
રાજપીપળામાં શું રાંધણ ગેસના બોટલની ખેંચ છે ? બોટલ બુક કરાવ્યાના ૯ – ૧૦ દિવસ બોટલ નહીં મળતા ગ્રાહકોમાં રોષ
ઘણીવાર ઈમરજન્સી માં વધુ કિંમત આપી બ્લેકમાં બોટલ ખરીદવા ગ્રાહકો મજબૂર
રાજપીપળા : જુનેદ ખત્રી
રાજપીપળા વિસ્તારમાં દારાસા એજન્સી દ્વારા ચાલતા ભારત ગેસના ઘરેલુ બોટલ ઓનલાઈન નોંધાવ્યા બાદ ગ્રાહકના ઘરે પહોંચતા ૯ થી ૧૦ દિવસનો સમય લાગતો હોવાની ફરિયાદ ઉઠી છે જોકે વધુ પૈસા ખર્ચી બ્લેકમાં બોટલ જોઈએ તો તરત મળી જતો હોવાની ગ્રાહકો રાવ નાખી રહ્યા છે
એક તરફ સરકારે ગૃહિણીઓના સ્વાસ્થ્યને ધ્યાને રાખીને ચુલા અને ધુમાડાથી છૂટકારો અપાવ્યો છે પણ ઘરેલું ગેસના સપ્લાયમાં ખૂબ સમય થતા ગ્રાહકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે કેટલીક વાર લારી અને હોટલોમાં પણ ઘરેલું ગેસના બોટલ વપરાતા હોવાની પણ બૂમો ઉઠી રહી છે ત્યારે શું ધંધા વ્યવસાય વાળાઓ ને બોટલો પહોંચાડવા ગ્રાહકોને રાહ જોવડાવાઈ રહી છે ? તેમ સવાલો ચર્ચાઈ રહ્યા છે કે ઉપરથી પુરવઠાની ખેંચ છે ??
આ બાબતે નાંદોદ પુરવઠા શાખાના નાયબ મામલતદાર સાથે ટેલિફોનીક વાત કરતા “હું વાત કરી ને જણાવું” કહી કોઈ જવાબ આપ્યો નહતો
ઉપરાંત એજન્સી ખાતે રૂબરૂ મળી આ બાબતે પૂછતા ત્યાં ઉપસ્થિત કર્મચારીઓએ એજન્સીના માલિકનો નંબર નહીં આપી “હજુ ૧૮ તારીખની ડિલિવરી બાકી છે ઉપરથી ગાડીઓ આવતી નથી” તેમ જણાવ્યું હતું
ત્યારે જિલ્લામાં ઘરેલું ગેસ બોટલની સપ્લાઈ બાબતે તંત્ર યોગ્ય ધ્યાન આપે એ પણ જરૂરી બન્યું છે



