
તા. ૧૨. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ તાલુકાના રળીયાતી ગામે રોડ પર ક્રિકેટ રમતા રાહદારીને બોલ વાગી જતા રાહદારીએ બાળકના પિતા પર ઘાતક હથિયાર વડે હુમલો
ગઈ કાલ
દાહોદ તાલુકાના રળીયાતી ગામે રળીયાતી ગામના રોડ પર કેટલાય બાળકો ક્રિકેટ રમી રહ્યા હતા તે દરમ્યાન તે રસ્તા પરથી ચાલતા પસાર થઈ રહેલ અજયભાઇ રાજુ ભાઈ પરમારને બોલ વાગી જતા તેઓએ બાળકોને જેમ તેમ ગાળો બોલતા ઝગડો ઉગ્ર થયો હતો ત્યારે ઉપસ્થિત આસપાસના લોકોએ ઝગડો શાંત કર્યો હતો ત્યારે આજરોજ અજયભાઇ અને તેમની માતા સરલાબેન બન્ને હાથમાં ઘાતક હથીયાર અને લાકડી લઈ આવી રળીયાતી ગામેં રહેતા બાળકના પિતા પપ્પૂભાઈ સાંસી પર ઘાતક હથિયાર અને લાકડીથી હુમલો કરી પપ્પુ ભાઈને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી બન્ને માતા પુત્ર નાસી ગયા હતા ત્યારે બુમાબુમ થતા આસપાસના ભેગા થયેલા લોકોએ ગંભીર રીતે ઈજાગ્રસ્ત પપ્પુ ભાઈ સાંસી ને સારવાર માટે દાહોદના ઝાયડસં હોસ્પિટલ ખસેડી દાહોદ એ ડીવિઝન પોલીસને જાણ કરી અને ઘટનાની જાણ થતા દોડી આવેલ એ ડીવીઝન પોલીસે ઈજાગ્રસ્તનું નિવેદન લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવાં મળેલ છે





