
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ મોડાસા, ભિલોડા, માલપુર, મેઘરજ પંથકમા વરસાદી ઝાપટુ પડ્યું
હવામાન વિભાગની આગાહી ના પગલે વિવિધ જિલ્લાઓમાં આગાહી કરવામાં આવી હતી જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જે આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે અરવલ્લી જિલ્લામાં પણ છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને કંઈક વાતાવરણમાં પલટો પલટો જોવા મળ્યો હતો ત્યારે વહેલી સવારે જિલ્લાના મોડાસા માલપુર મેઘરજ ભિલોડા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. હજુ પણ હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં વરસાદી ઝાપટાંની આગાહી કરવામાં આવી છે જેને લઈને હાલતો ખેડૂત ચિંતિત બન્યો છે. વરસાદના કારણે શિયાળુ પાક જેવા કે મકાઈ, બટાકા, જીરું, ઘઉં, ચણા ના પાકને વઘુ વરસાદના પડતા નુકશાન ની ભીતિ સેવાઈ શકાય છે




