
રાજપીપળામાં શ્રી એમ.આર. વિદ્યાલય ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરાઈ
રાજપીપળા: જુનેદ ખત્રી
નંદ નગરી (નાંદોદ)ની સંસ્કાર સાથે શિક્ષણ આપતી અગ્રગણ્ય સંસ્થા શ્રી એમ.આર. વિદ્યાલય, રાજપીપળામાં તા.૮/૮/૨૦૨૫ ના રોજ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને બી.એડ્. તાલીમાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
શાળાના આચાર્ય યોગેશકુમારના માર્ગદર્શન હેઠળ ઉજવણીની શરૂઆત મામલતદાર કચેરી સર્કલ સ્થિત નંદરાજાની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરીને કરવામાં આવી. ત્યારબાદ શાળાના વિદ્યાર્થીઓ અને બી.એડ્. તાલીમાર્થીઓ દ્વારા સુંદર પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. આદિવાસી દિવસનું મહત્વ સમજાવતા વક્તવ્યો વિદ્યાર્થીઓ, વિદ્યાર્થિનીઓ અને શાળાના શિક્ષક શ્રી સતીષભાઈ ચૌધરી સાહેબ, અને શાળાના આચાર્ય યોગેશકુમાર દ્વારા આદિવાસી રીત-રિવાજો, પહેરવેશ, તહેવારો અને તેમની જીવનશૈલી વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી, જેનાથી વિદ્યાર્થીઓને આદિવાસી સંસ્કૃતિનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન મળ્યું હતું.
આ પ્રસંગે, શાળાનાશિક્ષકો તેજસકુમાર, રાજુભાઈ, નીતિનભાઈ વસાવા તથા શાળાની શિક્ષિકા કલાવતીબેન ગામીતે લોકગીત રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કર્યા, જ્યારે વિદ્યાર્થિનીઓએ આદિવાસી નૃત્ય રજૂ કરી પોતાની સાંસ્કૃતિક ઓળખનો પરિચય કરાવ્યો. આ ઉજવણીના એક ભાગ તરીકે આદિવાસી પરંપરાગત પોશાક સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શાળાના તમામ વિદ્યાર્થીઓ શિક્ષકો તાલીમાર્થી ઓ આ સ્પર્ધાએ આદિવાસી સંસ્કૃતિની વૈવિધ્યતા દર્શન કરાવ્યા હતા.
ત્યારબાદ શાળાના શિક્ષકો,વિદ્યાર્થીઓ,બી.એડ્. તાલીમાર્થીઓ ડીજેના તાલે પરંપરાગત નૃત્યમાં ઉત્સાહભેર જોડાઈને શાનદાર ઉજવણી કરી હતી. આ ભવ્ય ઉજવણી રાષ્ટ્રગીત સાથે સમાપ્ત થઈ. આ કાર્યક્રમે વિદ્યાર્થીઓમાં આદિવાસી સંસ્કૃતિ અને વારસા પ્રત્યે આદર , સન્માન સાથે જાગૃતિ પણ કેળવી હતી.




