NANDODNARMADA

નર્મદા: બાઇક પર જતા યુવાનો ખરાબ રસ્તાના કારણે અકસ્માત થયો, હાઈવે ઓથોરેટી સામે પોલીસ ફરિયાદ

નર્મદા: બાઇક પર જતા યુવાનો ખરાબ રસ્તાના કારણે અકસ્માત થયો, હાઈવે ઓથોરેટી સામે પોલીસ ફરિયાદ

 

રાજપીપળા : જુનેદ ખત્રી

 

ગરુડેશ્વર ના એક યુવાનને બાઈક પર જતા અકસ્માત થતા યુવાન ને 111 દિવસ ની મહેનત બાદ NHAI વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા માં સફળતા મળી હોવા નો રસપ્રદ કિસ્સો બહાર આવવા પામ્યો છે .

 

ઘટના ની પ્રાપ્ત વિગત અનુસાર કેવડિયા કેનાલ હેડ પાવરહાઉસ માં ફરજ બજાવતા પ્રવીણકાન્ત ઝા નામનો યુવાન ગત 29 ઓગસ્ટ ના રોજ તેમની બાઈક પર ગરુડેશ્વર થી રાજપીપલા આવી રહ્યા હતા ત્યારે વાંસલા ગામ પાસે રોડ પર ખાડા ને કારણે તેમની બાઈક ને અકસ્માત થતા તે નીચે પડી જતા ઈજાગ્રસ્ત થયા . એજ દિવસે આ ખાડા ને કારણે અન્ય ત્રણ અકસ્માત થયા હતા . તે જાણી આ જાગૃત યુવાને તંત્ર ને જગાડવા. NHAI વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવા ગયા પરંતુ ગરુડેશ્વર કે કેવડિયા પોલીસ મથકે ફરિયાદ ના લીધી જેથી ડીવાયએસપી ને ફરિયાદ લેવા રજુઆત કરી પણ ત્યાંથી પણ સકારાત્મક જવાબ ના મળ્યો . પણ નિરાશ થયા વિના પ્રવીણ ઝા એ તેના પ્રયત્નો ચાલુ રાખ્યા અને જિલ્લા પોલીસવડા ને મળ્યા પણ તેમની ફરિયાદ ના નોંધાઈ પરંતુ નિરાશ થયા વિના અને નાગરિકોને તેમના અધિકારો અંગે જાગૃત કરવા આખરે પ્રવીણ ઝા એ માનવ અધિકાર આયોગ ને ફરિયાદ કરી . માનવ અધિકાર આયોગે આ મામલે સુનાવણી રાખી અને નર્મદા પોલીસ ને તાકીદ કરી યુવાન ની ફરિયાદ લેવા જણાવ્યું. અને આખરે પોલીસે NHAI વિરુદ્ધ ફરિયાદ નોંધી. આમ 111 દિવસ પછી યુવાન ને સફળતા મળી. અન્ય કોઈ હોત તો હિમ્મત હારી જાત પરંતુ પ્રવીણ ઝા એના ધ્યેય માટે લડતો રહ્યો અને સમાજ ને પણ એક મેસેજ આપ્યો કે હક્ક અને અધિકાર માટે લડતા રહો . જોકે આ ફરિયાદ થી NHAI તંત્ર સુધરશે કે કેમ ? એતો જોવું રહ્યું .

Back to top button
error: Content is protected !!