હાલોલ રામેશરાને જોડતા નર્મદાની મુખ્ય કેનાલમાં પૂલ પર વરસાદી પાણીનો ભરાવો થતા, પૂલ ને નુકશાનની ભીતિ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૩૦.૭.૨૦૨૫
હાલોલ તાલુકાના રામેશરા નજીકથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેર પર હલોલ રામેશરા ને જોડતો પુલ બનાવવામાં આવ્યો છે. તે પુલ પર વરસાદી માહોલમાં સતત પુલ પર પાણી ભરાયેલું રહે છે. બ્રિજ પરથી વરસાદી પાણીનો યોગ્ય નિકાલ ન હોવાના કારણે પાણી ભરાતું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.જેના કારણે આવનારા સમયમાં પુલ ને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.નર્મદાની મુખ્ય નહેર નું નિર્માણ સમયે આ નહેર પરથી અસંખ્ય બ્રિજો બનાવવામાં આવ્યા છે. તે પૈકી હાલોલ રામેશરા ને જોડતો મુખ્ય માર્ગ પર બ્રિજ નિર્માણ કરવામાં આવ્યો છે. જેનાથી હાલોલ થી રામેશરા તરફ નો તેમજ વાઘોડિયા તેમજ આજવા થઈને બરોડા તરફનો વાહન વ્યવહાર ધમધમતો હોય છે. આ મુખ્ય માર્ગ ને લઇ સતત તેની પર ભારદારી વાહનો પણ આવન જાવન કરતા હોય છે.જ્યારે સ્થાનિકોના જણાવ્યા અનુસાર છેલ્લા ઘણા વર્ષોથી આ બ્રિજ પર વરસાદી સિઝનમાં સતત પાણી ભરેલું રહે છે. બ્રિજ પરથી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. સાથે સાથે સતત બ્રીજ પર પાણી ભરાઈ રહેવાથી લાંબાગાળે બ્રિજને નુકસાન થવાની દહેશત પણ સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે.જોકે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ બ્રિજની ઉપરનો ભાગ પર મુખ્ય માર્ગનું ડામર રોડ નુ કામ થતું હોય ત્યારે બ્રિજ પર ડામર કામ થતું ન હોવાથી બ્રિજ પર સતત મોટા ખાડાઓ પણ રહેતા હોય તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે. જોકે બ્રિજ પરના માર્ગનું ડમર કામ જે વિભાગના તાબા હેઠળ આવતું હોય તે વિભાગ દ્વારા બ્રિજ પર પણ ડામર વાળો કાર્પેટિંગ માર્ગ બનાવવામાં આવે તેમજ બ્રિજ પર સતત ભરાઈ રહેતા પાણીનો વહેલી તકે નિકાલ કરવામાં આવે તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે.










