કેશોદના અજાબ ખાતે પોષણક્ષમ સપ્તાહ કાર્યક્રમનો પ્રારંભ મંચસ્થ અધિકારીઓ અને પદાધિકારીઓ ના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો. આ વર્ષમાં ભારતમાં રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણી દરમિયાન અલ્પ પોષણ, અતિપોષણ, સુક્ષ્મ પોષક તત્ત્વોની શરીરમાં કમી (ઘટ)ના કારણે ઉભી થતી કૂપોષણની સમસ્યા ઘેરી બની છે અને દેશમાં ૭૪ ટકા જેટલા લોકો જુદા જુદા કારણે પોષક આહાર લઈ શકતા નથી તેમાં બદલાવેલી જીવનશૈલી, કામનું ભારણ, ખાન-પાનની બદલતી આદતો અને આર્થિક સ્થિતિ પણ કારણભૂત ગણાય છે.રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દરમિયાન, આરોગ્ય તપાસણી પોષણનું મહત્ત્વ સમજાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન, ધાત્રી, પ્રસૂતા બહેનો, ગર્ભવતી બહેનોના આરોગ્યની વિશેષ તકેદારી વગેરે પ્રવૃત્તિઓ સાથે વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી. પહેલા પોષણ મિશન તરીકે ઓળખાતું રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દરમિયાન ૬ વર્ષ સુધીના બાળકોના પોષણમાં સુધારણા વિશે કાર્યક્રમો તથા પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવે છે અને પોષણ આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું. કેશોદના અજાબ ગામે યોજાયેલા પોષણક્ષમ સપ્તાહ ઉજવણી કાર્યક્રમમાં અજાબ સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારના આંગણવાડી વર્કર બહેનો અને આશાવર્કર બહેનો ઉપરાંત લાભાર્થી બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને નિષ્ણાતો દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને શારીરિક તંદુરસ્તી જાળવવા સુચનો કર્યા હતાં
રિપોર્ટર :- અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ