હાલોલ સરસ્વતી વિદ્યા મંદિરના ગુજરાતી મધ્યમના અંડર-17 અને અંગ્રેજી માધ્યમના અંડર- 19 માં વિદ્યાર્થીઓ કબ્બડીમાં તાલુકા કક્ષાની ફાઇનલ મેચમાં વિજય પ્રાપ્ત કર્યો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧.૮.૨૦૨૫
પંચમહાલ જિલ્લાની શાળાકીય અંડર -14,17 તથા અંડર -19 ની શાળાકીય રમત વર્ષ20 25,- 26 હાલોલમાં તા.31 /7 2025 ને ગુરૂવારના રોજ વીએમ શાહ સ્કૂલ ખાતે તાલુકા કક્ષાની કબ્બડીની અંડર 17 અને અંડર- 19 નીસ્પર્ધા યોજાઈ હતી જેમાં સરસ્વતી વિદ્યા મંદિરના ગુજરાતી મધ્યમ ના અંડર- 17 અને અંગ્રેજી માધ્યમના અંડર- 19 માં વિદ્યાર્થીઓ કબ્બડીમાં તાલુકા કક્ષાની ફાઇનલ મેચમાં વિજય પ્રાપ્ત કરેલ છે જેમાં અંડર -17 ગુજરાતી માધ્યમના 5 વિદ્યાર્થીઓ અને અન્ડર -19 માં અંગ્રેજી માધ્યમના 5 વિદ્યાર્થીઓ ની પસંદગી જિલ્લા કક્ષાએ કરવામાં આવી છે.આ સ્પર્ધા ની અંદર વિજેતા પ્રાપ્ત થનાર બંને માધ્યમના વિદ્યાર્થીઓ તથા આ સ્પર્ધા માટે માર્ગદર્શન પૂરું પાડનાર ગુજરાતી મીડીયમ ના પી.ટી ટીચર કાન્તા બેન ને શાળાના પ્રમુખ ટ્રસ્ટીઓ તથા બંને માધ્યમના આચાર્ય અને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.







