ANANDANAND CITY / TALUKOGUJARAT

કરમસદ ખાતે રાષ્ટ્રીય દીકરી દિવસ અને બેટી બચાવો,બેટી પઢાઓ પર્વની ઉજવણી કરાઈ

કરમસદ ખાતે રાષ્ટ્રીય દીકરી દિવસ અને બેટી બચાવો,બેટી પઢાઓ પર્વની ઉજવણી કરાઈ

તાહિર મેમણ – આણંદ – 24/01/2025 – જિલ્લા વહીવટી તંત્ર અને મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય દીકરી દિવસ અને બેટી બચાવો,બેટી પઢાઓ સેલના દશાબ્ધિ પર્વની ઉજવણી સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે, કરમસદ ખાતે કરાઈ હતી.

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય દીકરી દિવસ એટલે કે બાલિકા દિવસ છે. આ ઉપરાંત આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ દીકરીઓ સમાજમાં મહત્વપૂર્ણ સ્થાન હાંસલ કરે અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળે તે માટેની જાગૃતિ કેળવવાનો માટેનો છે, તેમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.

આ વેળાએ નાયબ મુખ્ય દંડકશ્રીએ ઉમેરતા કહ્યું હતું કે, દેશમાં જેટલા વિર સપૂતો થયા છે તેના મૂળમાં તો શક્તિસ્વરૂપા માતાનો મહત્વનો ફાળો રહેલો છે,તેમ તેમણે ગૌરવભેર જણાવ્યું હતું.

આ પ્રસંગે સાંસદશ્રી મિતેષભાઈ પટેલે પણ પ્રાસંગિક પ્રવચન કરતાં જણાવ્યું હતું કે,રાષ્ટ્રીય બાલિકા દિવસના અવસરે દીકરીઓને તથા માતાઓને સન્માનિત કરવામાં આવ્યા એ ખરેખર તેમનું રૂણ સ્વીકારવાનો અવસર છે, તેમ તેમણે જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં પ્રખ્યાત કૉલમિસ્ટ અને મોટીવેશનલ સ્પીકરશ્રી જય વસાવડા, યુવા વકતા રાધા મહેતા અને કથાકાર દિપાલી દીદીએ વક્તવ્ય આપીને શક્તિ સંવાદ કર્યો હતો.

આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીશ્રી નીલેશ્વરીબા ગોહિલે સ્વાગત પ્રવચન કરીને કાર્યક્રમની રુપરેખા આપી હતી.

આ પ્રસંગે વિરાંગનાઓ,એનસીસી, રમત ગમત, કલા-મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર દીકરીઓને, વ્હાલી દીકરી યોજના મંજૂરી હુકમ, દીકરી વધામણા કીટ, ગંગા સ્વરૂપા પુન: લગ્ન ચેક વગેરે ક્ષેત્રની મહિલાઓ તથા દીકરીઓને સન્માનિત કરવામાં આવી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે. વી. દેસાઈ સહીત મોટી સંખ્યામાં દીકરીઓ ઉપસ્થિત રહી હતી.

Back to top button
error: Content is protected !!