દાહોદ જિલ્લામાં સફળ આયોજન સાથે ઉજવાયો રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ

તા.૧૦.૦૨.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahodદાહોદ જિલ્લામાં સફળ આયોજન સાથે ઉજવાયો રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ
દાહોદ જિલ્લાની શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો ખાતે ૬,૪૧,૪૯૪ બાળકોને Albendazole નામની આપવામાં આવી કૃમિનાશક દવા બાળકના સ્વસ્થ ભવિષ્ય માટે સ્વચ્છતા અને કૃમિ નિવારણ અંગેનું જનજાગૃતિનું અસરકારક અભિયાન દાહોદ જિલ્લાની તમામ શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો પર રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ અંતર્ગત વિશેષ કૃમિનાશક દવા વિતરણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. ઉદય ટીલાવતના માર્ગદર્શન હેઠળ આયોજિત આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ બાળકોને આંતરડાના કૃમિથી સુરક્ષિત રાખવો અને તેમના શારીરિક તેમજ માનસિક વિકાસને પ્રોત્સાહન આપવાનો છે.દાહોદ જિલ્લામાં કુલ ૦૭,૮૦,૭૪૧ લક્ષિત બાળકોમાંથી શાળાઓ અને આંગણવાડી કેન્દ્રો ખાતે ૬,૪૧,૪૯૪ બાળકોને Albendazole નામની કૃમિનાશક દવા આપવામાં આવી હતી. દવા આપતા પહેલાં અને બાદમાં આરોગ્ય કર્મચારીઓ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું અને બાળકોની તબિયતનું ધ્યાન રાખવામાં આવ્યું હતું.કૃમિનાશક દવા આપવાથી એનિમિયાનું પ્રમાણ ઘટે છે, પોષણ સ્તર સુધરે છે તેમજ બાળકોની શારીરિક અને માનસિક ક્ષમતામાં વધારો થાય છે. કેટલાક કારણોસર દવા ન લઈ શકેલા બાળકો માટે તા. 17 ફેબ્રુઆરી 2026ના રોજ “મોપ અપ રાઉન્ડ” યોજાશે, જેમાં બાકી રહેલા બાળકોને દવા આપવામાં આવશે.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મેડિકલ ઓફિસરો, જિલ્લા શિક્ષણ અધિકારી, આંગણવાડી તંત્ર તેમજ વિવિધ શાળાઓના શિક્ષકમંડળનો સહયોગ અનમોલ રહ્યો હતો. બાળકના સ્વસ્થ ભવિષ્ય માટે સ્વચ્છતા અને કૃમિ નિવારણ અંગેનું જનજાગૃતિ અભિયાન વધુ અસરકારક બનાવવા પ્રયત્નો ચાલુ રહેશે





