GUJARATHALOLPANCHMAHAL

હાલોલની કુમારશાળા દ્વારા નેશનલ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ડે ની ઉજવણી કરવામાં આવી

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૪.૮.૨૦૨૪

નેશનલ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ડે આપણા દેશમાં દર વર્ષે 3 ઓગસ્ટે ઉજવાય છે. ભારતમાં હૃદય પ્રત્યારોપણ ના પ્રયાસો લાંબા સમયથી ચાલી રહ્યા છે. પરંતુ પ્રથમ સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ 3 ઓગસ્ટ,1994ના રોજ થઇ હતી.તેથી જ આ મહાન સિદ્ધિને ધ્યાનમાં રાખીને ભારતમાં દર વર્ષે 3 ઓગસ્ટના રોજ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ડે એટલે કે હૃદય પ્રત્યારોપણ દિવસ ઉજવવામાં આવે છે.કુમાર શાળા હાલોલ માં ગણિત વિજ્ઞાન મંડળ દર વર્ષે અવનવા કોન્સેપ્ટ સાથે વિશેષ દિન ની ઉજવણી કરે છે અને વિદ્યાર્થી તેમજ વાલીઓમાં જાગૃતિ લાવવાનો સતત પ્રયાસ પણ કરે છે જેને લઇ શનિવાર ના રોજ નેશનલ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ ડે ની ઉજવણી વિજ્ઞાન શિક્ષક પ્રવીણભાઈ પરમાર અને મંડળના સભ્યો દ્વારા કરવામાં આવ્યું હતું જે અંતર્ગત વિદ્યાર્થીઓ ને હ્રદયની કાર્ય પધ્ધતિ અને તેની કાળજી વિશે સમજૂતી આપવામાં આવી હતી સાથે જંકફૂડ તેમજ સમગ્ર જીવન વ્યસનથી દૂર રહેવા દિશાસૂચન કરવામાં આવ્યું હતું. આજકાલ હ્રદયરોગો ખૂબ વધી રહ્યા છે એટલે વિદ્યાર્થીઓ મારફતે વાલીઓ ને પણ એક ઉત્તમ સંદેશ મોકલવાનો ઉત્તમ પ્રયત્ન શાળા દ્વારા કરવામાં આવ્યો હતો.અગાઉ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ માટે વિદેશ જવું પડતું હતું.એક પ્રાથમિક અંદાજ મુજબ વિશ્વમાં દર વર્ષે સરેરાશ 10 હજાર હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરવામાં આવે છે.જેમાં મોટા ભાગની સર્જરી ઉત્તર અમેરિકા અને યુરોપમાં થાય છે. હાલ ભારતમાં પણ હૃદય પ્રત્યારોપણ કરવામાં આવે છે પરંતુ તેનો દર ખૂબ નીચો છે.

 

Back to top button
error: Content is protected !!