GUJARATJUNAGADHMALIYA HATINA

જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ૪ આરોગ્ય પેટા કેન્દ્રોને રાષ્ટ્રીય સ્તરનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત

જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ૪ આરોગ્ય પેટા કેન્દ્રોને રાષ્ટ્રીય સ્તરનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત

ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ પૂરી પાડવા બદલ આપવામાં આવતું પ્રતિષ્ઠિત National Quality Assurance Standards (NQAS) સર્ટિફિકેટ જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના ૪આયુષ્યમાન આરોગ્ય કેન્દ્રોએ પ્રાપ્ત કરી તાલુકાનું ગૌરવ વધાર્યું છે.તાજેતરમાં હાથ ધરવામાં આવેલા મૂલ્યાંકનમાં માળિયાહાટીના તાલુકાના ચાર કેન્દ્રોએ ઉત્કૃષ્ટ દેખાવ કરીને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ અને સેવાનું પ્રમાણ પૂરું પાડ્યું છે.સર્ટિફાઇડ થયેલ કેન્દ્રોમાંતપાસ દરમિયાન વિવિધ પેરામીટર્સ પર ચકાસણી કરવામાં આવી હતી, જેમાં નીચે મુજબના કેન્દ્રો એ શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. જેમા ખંભાળિયા આરોગ્ય પેટા કેન્દ્ર એ ૯૨.૦૯ ટકા,મોટી ધણેજ આરોગ્ય પેટા કેન્દ્ર ૯૦.૯૬ ટકા,જૂના વાંદરવડ આરોગ્ય પેટા કેન્દ્ર ૮૮.૫૩,અવાણીયા આરોગ્ય પેટા કેન્દ્ર ૮૬.૩૯ ટકા સાથે સિધ્ધિ મેળવી છે. NQAS સર્ટિફિકેશનમા આ આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓની સારવાર, સ્વચ્છતા, દવાઓની ઉપલબ્ધતા, સ્ટાફનું વર્તન અને રેકોર્ડ મેન્ટેનન્સ જેવી બાબતોમાં નિર્ધારિત માપદંડોનું ચુસ્તપણે પાલન થાય છે. આ તમામ કામગીરી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી જૂનાગઢ, Qamo શ્રીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી અને આ સફળતા તાલુકા હેલ્થ ઓફિસર માળિયાહાટીના ડો. ડાભી , તમામ મેડિકલ ઓફિસરો અને અન્ય આરોગ્ય કર્મીઓની મહેનતના લીધે છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!