
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લાની તમામ કોર્ટોમા રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ : ૩૩૮૬ કેસોનો હકારાત્મક નિકાલ
નામદાર નાલસા તેમજ નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશાનુસાર ગુજરાત રાજ્યની તમામ કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં પણ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, અરવલ્લીના ચેરમેન શ્રીમતી એ. એન. અન્જારીયાનાઓના માર્ગદર્શન હેઠળ તા.૧૪/૦૯/૨૦૨૪ ના રોજ અરવલ્લી જિલ્લાની તમામ કોર્ટોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાયેલ જેમાં, પ્રી-લિટીગેશનના ૧૬૯૪૬ કેસો મુકેલ હતા અને તેમાંથી ૧૫૨૫ કેસો સેટલ થયા.લોક અદાલત માં ૮૩૮ કેસો મુકેલ હતા તેમાંથી ૫૧૩ કેસો સેટલ થયા.સ્પેશ્યલ સિટિંગ ના કુલ ૧૭૦૫ કેસો મુકેલ જેમાંથી ૧૩૪૮ કેસો સેટલ થયા.આમ, લોક અદાલતમાં કુલ ૩૩૮૬ કેસોનો સુખદ નિકાલ થયો.




