GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

સુરેન્દ્રનગર જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ.

તા.12/09/2023/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

ર,૯૮૪ જેટલા પેન્ડીંગ કેસોનો લોક અદાલત તેમજ સ્પેશીયલ સીટીંગમાં નિર્ણય કરાયો.

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્લી અને ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરેન્દ્રનગર દ્વારા ગત તા. ૯ સપ્ટેમ્બરના રોજ સુરેન્દ્રનગર જિલ્લાની તમામ અદાલતોમાં વર્ષ ૨૦૨૩ ની ત્રીજી રાષ્ટ્રીય લોક અદાલતનુ આયોજન કરવામાં આવ્યુ હતુ જિલ્લા ન્યાયાધીશ અને ચેરમેન પી.એસ.ગઢવીનાં માર્ગદર્શન હેઠળ જિલ્લાની તમામ અદાલતો દ્વારા આ લોક અદાલતમાં જિલ્લાના કુલ ૨૬,૦૦૦ જેટલા પેન્ડીંગ કેસો પૈકી લોક અદાલતના ૧,૦૯૬ તેમજ સ્પેશીયલ સીટીંગના ૧,૮૮૮ મળી કુલ ર,૯૮૪ જેટલા પેન્ડીંગ કેસોનો લોક અદાલત તેમજ સ્પેશીયલ સીટીંગમાં નિર્ણય કરવામાં આવ્યો છે આ લોક અદાલતમાં મોટર અકસ્માત વળતરના કેસો, ચેક રીર્ટનના નેગોશીએબલ ઇન્સ્ટુમેન્ટ એકટ હેઠળના કેસો, બેંકોના બાકી લેણાંના દાવા, પી.જી.વી.સી.એલ.ના ઇલેકટ્રીસીટી એકટ હેઠળના કેસો, ફોજદારી સમાધાન લાયક કેસો, કૌટુંબિક તકરારના કેસો તેમજ અન્ય સીવીલ કેસો તેમજ અન્ય પેટી ઓફેન્સો મુકવામાં આવેલ છે આ ઉપરાંત ઇલેકટ્રીસીટીના વીજ ચોરીના નાણા ભરાઇ ગયેલ છે તેવા ૧,૦૯૯ જેટલા ફોજદારી કેસો અને આ ઉપરાંત બેંક અને પી.જી.વી.સી.એલ. અને ફાઇનાન્સ કંપનીના પ્રિ-લીટીગેશનના ૩,૭૫૪ મળી કુલ ૪,૮૫૩ પ્રિ-લીટીગેશનના કેસોનો નિર્ણય કરવામાં આવેલ છે આમ કુલ ૭,૮૩૭ કેસો મળી કુલ રૂપિયા ૫૫૩૭૩૨૮૦૮ ની રકમનું સમાધાન કરવામાં આવેલ છે વધુમાં આ લોક અદાલતને સફળ બનાવવા બદલ જિલ્લાના તમામ વકીલઓ, તમામ કોર્ટ સ્ટાફ, પોલીસ અધિક્ષકની કચેરી તેમજ પોલીસ કર્મચારીઓ, બેંક અને વીમા કંપનીના અધિકારીઓ તેમજ પક્ષકારોનો જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા આભાર વ્યકત કરવામાં આવ્યો છે.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!