
તા.૨૩.૧૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:સંજેલીની શ્રી શ્રધ્ધા વિદ્યાલયમાં રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી
સંજેલી તાલુકામાં આવેલ યુગ શક્તિ ગાયત્રી એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શ્રધ્ધા વિદ્યાલયમાં રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના આચાર્ય દિલીપકુમાર મકવાણા દ્વારા વિવિધ વિષયો સાથેનો ગણિતનો અનુબંધ અને જીવનમાં ગણિતનું મહત્વ વિશે સમજાવ્યું. શાળાના શિક્ષક અશ્વિનભાઈ સંગાડા દ્વારા રામાનુજનનો જીવન પરિચય આપ્યો હતો અને ગણિત ની ઉપયોગિતા વાત કરી હતી. આમ શ્રી શ્રધ્ધા વિદ્યાલયમાં રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી કરવામાં આવી હતી.




