GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

Halvad:હળવદ પંથકમાં બે જગ્યાએ વીજળી પડતાં:જોગડ ગામે ખેત શ્રમિક યુવાનનુ મોત અને ચિત્રોડી ગામે ભેંસનું મોત

 

Halvad:હળવદ પંથકમાં બે જગ્યાએ વીજળી પડતા:જોગડ ગામે ખેત શ્રમિક યુવાનનુ મોત અને ચિત્રોડી ગામે ભેંસનું મોત

 

 

હળવદ શહેર સહિત ગ્રામ્ય પંથકમાં હવામાન વિભાગની આગાહીના પગલે સવારથી ભારે બફારા બાદ સાંજના સમયે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરીને દે ધનાધન વરસાદ વરસાવ્યો હતો,વીજળીના કડાકા ભડાકા મેધરાજાની ધમાકેદાર એન્ટ્રી સાથે તૂટી પડ્યો હતો ત્યારે હળવદ તાલુકાના ગ્રામ્ય પંથકમાં બે અલગ અલગ જગ્યાએ વીજળી પડવના બે બનાવમાં એક માનવ અને એક પશુનુ મોત નિપજયું છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા વિકાસ અધિકારી મેહુલ સિંધવના જણાવ્યા મુજબ હળવદ ગ્રામ્ય પંથકમાં અલગ અલગ બે જગ્યાએ વીજળી પડતા એક પશુ અને એક માનવનું મૃત્યુ થયું હતું, જેમાં હળવદ તાલુકાના જોગડ ગામમાં વીજળી પડતાં અનિલભાઈ અરજણભાઈ નાયક ખેતમજૂર યુવાનનું વીજળી પડતા ઘટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. તેનો મુતદેહ હળવદની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે બીજો બનાવ હળવદ તાલુકાના ચિત્રોડી ગામે રુદાતલા છનાભાઈ જેસિંગ ભાઈ ની વાડી વીજળી પડતા ૧ ભેંસનું મોત‌ નિપજ્યું હતું.

Back to top button
error: Content is protected !!