DAHODGUJARAT

રાષ્ટ્રવ્યાપી ગ્રાહક જાગૃતિ ભારતયાત્રાનું ગ્રાહક સુરક્ષા મંડળ દાહોદ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ

તા.૩૧.૧૨.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:રાષ્ટ્રવ્યાપી ગ્રાહક જાગૃતિ ભારતયાત્રાનું ગ્રાહક સુરક્ષા મંડળ દાહોદ દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ

કન્ઝ્યુમર કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયા ના રજત જયંતિ વર્ષ નિમિત્તે ગ્રાહક જાગૃતિ ભારતયાત્રા નવી દિલ્હીથી ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં આ યાત્રા પ્રવેશતા ગ્રાહક સુરક્ષા મંડળ દાહોદના પ્રમુખ ગોપાલભાઈ ધાનકાએ ખૂબ જ હર્ષોલ્લાસથી સ્વાગત કર્યું હતું. ભારત યાત્રામાં સાથે આવેલ મહાનુભવો ડો. અનંત શર્મા, સંજય ખંડેલવાલ, રેખાબેન ખંડેલવાલનું પુષ્પાહાર સ્વાગત કરવામાં આવ્યું . ગ્રાહક સુરક્ષા મંડળના મંત્રી સાબીરભાઈ શેખ, તોલમાપ અધિકારી પ્રશાંત કંજારિયા,જીતેન્દ્રભાઈ પંચાલ, લક્ષ્મણભાઈ ભાટિયા, શૈલેષભાઈ ગઢરીયા ઉપસ્થિત રહયા હતા.

Back to top button
error: Content is protected !!