BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ…

જન પ્રતિનિધિઓના પ્રશ્નોનો સરળતાથી, ઝડપી અને હકારાત્મક નિકાલ કરવા અધિકારીઓને તાકિદ કરતા જિલ્લા કલેક્ટર....

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૧૭/૦૮/૨૦૨૪

 

ભરૂચ જિલ્લા આયોજન ભવનના સભાખંડમાં આજ રોજ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદીયા, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્યના અરૂણસિંહ રણા અને ઝઘડીયાના ધારાસભ્ય રિતેશ વસાવા ની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી.

 

સરકારની જનહિતકારી યોજનાઓનો યોગ્ય અને ઝડપી અમલ થાય તે માટે બેઠકમાં સંકલન સમિતિના પ્રશ્નોનું વિવિધ વિભાગોએ પરસ્પર સંકલન સાધી, વ્યવહારુ અભિગમ અપનાવીને નાગરિકોના પ્રશ્નોને આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે કેટલાક રચનાત્મક સૂચનો આપી માર્ગદર્શિત કર્યા હતા.

 

જેમાં જિલ્લાના નાગરિકોના જનહિતના વિકાસ કાર્યોને અગ્રતા આપી નિયમાનુસાર અને નિયત સમયમર્યાદામાં કામો પૂર્ણ કરવા તથા જન પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાતા લોકપ્રશ્નોનું અગ્રીમતાના ધોરણે ત્વરિતપણે નિરાકરણ લાવવા અંગે બેઠકમાં ઉપસ્થિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીશ્રીઓને જિલ્લા કલેક્ટરે તાકિદ કરી જરૂરી સૂચનાઓ આપી હતી.

 

જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ જિલ્લામાં વહીવટ સરળ, સુગમ અને ઝડપી બને, અને બેઠકમાં સંકલન સમિતિના પ્રશ્નોનું વિવિધ વિભાગોએ પરસ્પર સંકલન સાધી, વ્યવહારુ અભિગમ અપનાવીને નાગરિકોના પ્રશ્નોને આયોજનબદ્ધ રીતે પૂર્ણ કરવા માટે કેટલાક રચનાત્મક સૂચનો આપી માર્ગદર્શિત કર્યા હતાં.

 

આ બેઠકમાં જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી પી.આર.જોશી, પ્રાયોજના વહીવટદાર યોગેશ કાપસે, પ્રાંત અધિકારી સર્વ સહિત વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત

રહ્યાં હતા.

Back to top button
error: Content is protected !!