GUJARATMULISURENDRANAGAR

સુરેન્દ્રનગર જિલ્લામાં બાળ મજૂરીની બદીને નાથવા જુદાજુદા વિભાગોનાં સંયુક્ત પ્રયાસ

મુળી હાઈવે પરની હોટલમાંથી બાળમજૂરી કરતા ૧૪ વર્ષીય બાળકનું રેસ્ક્યુ કરાયું.

તા.12/12/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર

મુળી હાઈવે પરની હોટલમાંથી બાળમજૂરી કરતા ૧૪ વર્ષીય બાળકનું રેસ્ક્યુ કરાયું.
સુરેન્દ્રનગર જિલ્લામાં બાળ મજૂરીની બદીને નાથવા જુદાજુદા વિભાગો દ્વારા સંયુક્ત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જે અન્વયે ચાઈલ્ડ હેલ્પ લાઈન દ્વારા મળેલ ફરિયાદના આધારે મુળી હાઈવે પર આવેલ મધુવન હોટલમાં બાળક પાસે બાળ મજૂરી કરાવતા હોવાની ફરિયાદ મળેલી હતી ફરિયાદના આધારે સ્થળ પર તપાસ કરતા ૧૪ વર્ષીય બાળક મળી આવતાં તેનું રેસ્ક્યુ કરી જિલ્લાના સરકારી બાળ સંભાળ ગૃહમાં આશ્રિત કરવામાં આવ્યો હતો બાળકના માતા પિતાનો સંપર્ક સાધી, બાળ કલ્યાણ સમિતિમાં નિયમોનુસાર રજુ કરી તેના પિતાને સોંપી પરિવારમાં પુન:સ્થાપન કરાવવામાં આવ્યું હતું ચાઈલ્ડ લેબર જિલ્લા ટાસ્ક ફોર્સ સરકારી શ્રમ અધિકારી કે. એન. ચુડાસમા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી એ.કે. મોટકા, હ્યુમન ટ્રાફિકિંગ (LCB)ના ઋતુરાજસિંહ દ્વારા સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને બાળ મજૂરી અંગેની ફરિયાદ નોંધાવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે, જિલ્લા ટાસ્ક ફોર્સ (ચાઈલ્ડ લેબર) દ્વારા બાળ મજૂરી રોકવા અન્વયે જિલ્લા મદદનીશ શ્રમ આયુક્તની કચેરી, જિલ્લા બાળ સુરક્ષા એકમ, પોલીસ વિભાગ સહિતના સંબધિત વિભાગોને સાથે રાખી સચોટ કાર્યવાહી કરવામાં આવતી હોય છે.

Back to top button
error: Content is protected !!