CHHOTA UDAIPURGUJARATNASAVADI
છોટાઉદેપુરના સ્વામિનારાયણ હોલ ફતેપુરા ખાતે ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો

મૂકેશ પરમાર નસવાડી
છોટાઉદેપુરના તાલુકાના સ્વામિનારાયણ હોલ ફતેપુરા ખાતે વડોદરાના સંયુક્ત ખેતી નિયામકશ્રી એમ.એમ. પટેલની ઉપસ્થિતિમાં ખેડૂતો માટે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો હતો.
આત્મા પ્રોજેક્ટ દ્વારા આયોજીત કાર્યક્રમ છોટાઉદેપુર, કવાંટ અને પાવી જેતપુર તાલુકાના ખેડૂતો માટેનો હતો. જેમાં પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે સફળ થયેલા ખેડૂતો, વૈજ્ઞાનિકો, તજજ્ઞો અને આત્માના અધિકારી દ્વારા ખેડૂતો સાથે પ્રાકૃતિક કૃષિ સંદર્ભે પરીસંવાદ કર્યો હતો. સાથે સાથે કાર્યક્રમમાં ૧૦ જેટલા પ્રાકૃતિક કૃષિ ઉત્પાદિત શાકભાજીઓ, કઠોળ અનાજ, જીવામૃત, ઘનજીવામૃત, જેવી બનાવવા માટેનું પ્રદર્શનોના સ્ટોલ પણ મુકવામાં આવ્યા હતા.
તા.૧૯ના રોજ બોડેલી એપીએમસી ખાતે નસવાડી, સંખેડા અને બોડેલી તાલુકાના ખેડૂતો માટે કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમમાં આત્મા પ્રોજેક્ટના અધિકારીઓ – કર્મચારીઓ, વૈજ્ઞાનિકો, તજજ્ઞો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.





