
મહેસાણા પુનાસણ ગામે પ્રાકૃતિક ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
મહેસાણા તાલુકાના પુનાસણ ગામે પુનાસણ પ્રાકૃતિક ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઇ હતી. જેમાં દેશી ગાયના નિભાવ ખર્ચ તેમજ પ્રાકૃતિક કૃષિ અંગે ગામના ખેડૂત પશુપાલક ભાઈઓ અને બહેનોને પ્રાથમિક પાયાની વિગતો સમજાવવામાં આવી હતી. મહેસાણા તાલુકાના ટેકનિકલ માસ્ટર ટ્રેનર રાઠોડ નેહાબેન રમેશભાઈએ તમામ તાલીમાર્થીઓને એકઠા કરીને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ ફાર્મર માસ્ટર ટ્રેનર પ્રજાપતિ પ્રદીપભાઈ પુંજી રામે દેશી ગાયના નિભાવ ખર્ચ પર મળતા લાભ પર ખેડૂતોને વિશેષ માહિતી પૂરી પાડી હતી. આ ક્લસ્ટર બેઝ તાલીમમાં ખેડૂત ભાઈઓ બહેનોએ દેશી ગાય નિભાવ ખર્ચમાં વિશેષ રસ દાખવ્યો હતો તેમજ ઓછા ખર્ચે અને ગુણવત્તા યુક્ત અનાજ તેમજ ફળફળાદી પ્રાકૃતિક ખેતી થી કેમ થાય તે અંગે પણ માહિતગાર થયા હતા એમ ટેકનીકલ ટ્રેનર રાઠોડ નેહાબેને જણાવ્યું હતું.




