DAHODGUJARAT

ગરબાડા તાલુકાના છરછોડા ગામે પ્રાકૃતિક ખેતી ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઈ

તા. ૨૩. ૦૭. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

 

Garbada:ગરબાડા તાલુકાના છરછોડા ગામે પ્રાકૃતિક ખેતી ક્લસ્ટર બેઝ તાલીમ યોજાઈ

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના છરછોડા ગામે પ્રાકૃતિક ખેતી વિષયક મિટિંગ યોજવામાં આવી હતી. આ મિટિંગ દરમ્યાન પ્રગતિશીલ ખેડૂત ચંદુભાઈ ભાભોર દ્વારા પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અંગેની વિસ્તાર પૂર્વક તેમજ ખેડૂતો સમજી શકે તેવી સ્થાનિક ભાષામાં સમજણ આપવામાં આવી હતી

કોઈપણ પાકની વાવણી કરતા પહેલા, બીજામૃતથી બીજને પટ કઈ રીતે આપવો તેમજ પ્રાકૃતિક ખેતીમાં બીજામૃતનો ઉપયોગ કઈ રીતે કરવો તે વિશે ઊંડાણ પૂર્વક સમજાવવામાં આવ્યું હતું આ ઉપરાંત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાથી ખેડૂતને થતા ફાયદાઓ તેમજ પાકના પરિણામો અંગેની પણ ચર્ચા કરવામાં આવી હતી પ્રાકૃતિક કૃષિમાં જીવામૃત, બીજામૃત, ઘનજીવામૃત બનાવવા માટેની પદ્ધતિ વિશે માહિતી પૂરી પાડવામાં આવી હતી. પ્રાકૃતિક ખેતીમાં બીજપટનું શું મહત્વ છે તે અંગે પણ સૌને માહિતગાર કર્યા હતા. ઉપરાંત ઉપસ્થિત ખેડૂતોને પ્રાકૃતિક ખેતી બાબતે મૂંઝવતા પ્રશ્નોના જવાબ પણ પ્રગતિશીલ ખેડૂત ચંદુભાઈ ભાભોર દ્વારા આપવામાં આવ્યા હતા

Back to top button
error: Content is protected !!