ભરૂચ પોલીસનું ગૌરવ:DGPએ 6 પોલીસ અધિકારી-કર્મચારીઓને કર્યા સન્માનિત



સમીર પટેલ, ભરૂચ
એકતાનગર ખાતે યોજાયેલી માસિક ક્રાઇમ કોન્ફરન્સમાં ભરૂચ જિલ્લાના 6 પોલીસ અધિકારી-કર્મચારીઓને રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયે સન્માનિત કર્યા. આ સન્માન કાયદો અને વ્યવસ્થાની ઉત્તમ કામગીરી બદલ આપવામાં આવ્યું હતું.
ગુજરાત પોલીસની માસિક બેઠકમાં ભરૂચ પોલીસે રાજ્ય સ્તરે ગૌરવ મેળવ્યું. DGP વિકાસ સહાયે અધિકારીઓની બહાદુરી અને કર્તવ્યનિષ્ઠાને બિરદાવી. તેમણે વધુ ઉત્સાહ અને સમર્પણ સાથે ફરજ બજાવવા માટે પ્રેરણા આપી હતી.
સન્માનિત થયેલા અધિકારીઓમાં ભરૂચ જિલ્લા SOG PI એ.એ. ચૌધરી અને LCB PSI આર.કે. ટોરાણીનો સમાવેશ થાય છે. દહેજના PI એચ.બી. ઝાલા અને વાલીયાના ASI નિશાંતકુમાર જયસુખભાઈ પોશિયાને પણ સન્માનિત કરાયા. પેરોલ ફર્લો સ્કોડના UHC ભોપા ગફુરભાઈ અને વાલીયાના UHC રાયસિંગ ગોવાભાઈને પણ પ્રશંસાપત્ર એનાયત કરાયા. આ સન્માનથી સમગ્ર ભરૂચ પોલીસ દળમાં ગૌરવ અને ઉમંગનો માહોલ છવાયો છે.



