રાધનપુર ખાતે મહેતા પરિવર પ્રજાપતિ સમાજના કુળદેવીશ્રી અંબાજી માતાજીનો નવચંડી યજ્ઞ મહોત્સવ યોજાયો.
રાધનપુર ખાતે મહેતા પરિવર પ્રજાપતિ સમાજના કુળદેવીશ્રી અંબાજી માતાજીનો નવચંડી યજ્ઞ મહોત્સવ યોજાયો.

રાધનપુર ખાતે મહેતા પરિવર પ્રજાપતિ સમાજના કુળદેવીશ્રી અંબાજી માતાજીનો નવચંડી યજ્ઞ મહોત્સવ યોજાયો.
નવાબી નગરી રાધનપુર ખાતે કડિયા વાસના પટાંગણમાં બિરાજમાન સમસ્ત મહેતા (મેતર) પરિવાર પ્રજાપતિ સમાજના કુળદેવીશ્રી રાજ રાજેશ્વરી જગત જનની શ્રી અંબાજી માતાજીનો નવચંડી યજ્ઞ આજરોજ ચૈત્રસુદ પૂનમ ને ગુરૂવાર બીજી એપ્રિલ ૨૦૨૬ ના રોજ ભુવાજી નાનજીભાઈ ઊંડાઈ,વિદ્વાન બારોટ દિનેશભાઈ ઈશ્વરભાઈ વાવ-થરાદ,નિવૃત શિક્ષક મફતલાલ વાંસા,શિક્ષક દશરથભાઈ નાણોટા,દિનેશભાઈ મંજીભાઈ અમદાવાદ ની ઉપસ્થિતિમા કૈલાસબેન નટુભાઈ પરિવાર પાટણ હાલ-કડીના મુખ્ય યજમાન પદે શાસ્ત્રી કનુભાઈ નાનાપુરા ના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાનથી મંત્રોચ્ચાર સાથે સવારે ૮ થી સાંજે ૪ કલાક સુધી નવચંડીયજ્ઞ યોજાયો હતો.માતાજીને ધજાના યજમાન પ્રભુભાઈ નાનજીભાઈ ઊંડાઈ,ફુલહાર અને શણગારના યજમાન ભરતભાઈ દશરથભાઈ ગુરૂકૃપા દાબેલી-થરા સહીત અનેક યજમાનો તથા દાતાઓ એ ચડાવા લઈ રોકડ અનુદાન આપી સહભાગી થયા હતા. પ્રાસંગિક પ્રવચન કરતા વિદ્વાન બારોટ દિનેશભાઈએ જણાવ્યું હતું કે પ્રજાપતિ સમાજ જે મૂળ ક્ષત્રિય છે અને તેમાં ચૌહાણ શાખાના ક્ષત્રિયોમાંથી માટીનું કર્મ કરી સમાજને ઓળખાણ આપનાર કુળ એટલે મહેતાકુળ!!!! મહેતા પરિવારનું વત્સ ગોત્ર છે તેઓ મૂળ રાજસ્થાનના સંભરગઢથી નીકળ્યા અને ચાંપાનેર થી ખદલપુર મુકામે આવ્યા અને ખલદપુરા શાખથી ઓળખાણા. સંવત ૧૫૦૭ ના વર્ષે ખદલપુર ગામથી રાધનપુરમાં રૂપાબાપા આવ્યા અને સંવત ૧૫૫૧ થી રૂપાબાપા ખૂબજ તેજસ્વી તેમજ સમર્પણનો ભંડાર હતા એ વખતે તેમને રાધનપુર ના નવાબ બલોચ નવરંગખાને વઢીયારના આઠ પરગણાની નાતનો વહીવટ “શેઠાઈ (મહેતા પણું)” સોપ્યું ત્યારથી મહેતા શાખથી ખોળખાણા કુંભારોની નાત મહાજનમાં જમે ખેતરમાં ડલીયાં પસાયતા (ભેટ) કરી આપ્યા હેમનો ગડો કરી આપ્યો. ચડવા ઘોડીની ભેટ આપી તેમજ મહેતાનું અપભ્રંશ થઈ મેતર તરીકે ની અટકથી ઓળખાય છે.આ છે મહેતા પરિવારનો ઈતિહાસ….કાર્યક્રમનું સફળ સંચાલન ‘શિલ્પી’ બુરેઠા રમેશકુમાર પ્રજાપતિએ કરેલ.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530







