MULISURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO
મુળીના ઉમરડા કન્યાશાળા ના આચાર્ય દ્વારા વિધાર્થીનીઓ પાસે ગાડી સાફ સફાઈ કરાવતાનો વિડીયો થયો વાયરલ
તા.14/07/2025/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
અગાઉ પણ આ આચાર્ય નટવરસિંહ પરમાર અનેક વાદ વિવાદમાં સંડોવાયેલા, સુરેન્દ્રનગર જિલ્લામાં મુળી તાલુકાનાં ઉમરડા કન્યા શાળાના આચાર્ય નટવરસિંહ પરમાર દ્વારા કન્યા શાળાની વિધાર્થીની ઓ પાસે દરરોજ પોતાની કારને સાફસફાઈ કરાવતા હોવાની વાત વાલીઓ સુધી પહોંચતા આજે વિડીયો વાયરલ કરવામાં આવતા શિક્ષણ માટેની કન્યા શાળાની વિધાર્થીનીઓને આ આચાર્ય શિક્ષણ આપે છે કે મજુરી કામએ સવાલ ઉભા થયા છે આ અગાઉ પણ ઉમરડા કન્યા શાળાના આચાર્ય અનેક વાદવિવાદ માં ચમકી ચુકયા છે ત્યારે વાલીઓમાં રોષ ભભુકી ઉઠ્યો છે.