GUJARAT

નવયુગ વિદ્યાલય જંબુસરમાં વાલી સંમેલનનું ભવ્ય આયોજન થયું 

નવયુગ વિદ્યાલય જંબુસરમાં વાલી સંમેલનનું ભવ્ય આયોજન થયું

નવયુગ વિદ્યાલય જંબુસરમાં વાલી મિટીંગનું આયોજન , વાલી મંડળનું ગઠન, શાળા પરિવાર તરફથી જરૂરી સૂચના, વિદ્યાર્થી,વાલીશ્રીના પ્રતિભાવો , ફિડબેક, વિદ્યાર્થીઓની પ્રથમ પરીક્ષા ની ઉત્તરવહી બતાવવામાં આવી હતી.

આ પ્રસંગે ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી સંજયસિંહજી સિંધા તથા શાળા મંત્રી શ્રીભુપતસિંહજી ,શ્રી રણછોડભાઈ ,વાલી પ્રતિનિધિ શ્રીમતી નિરાલીબેન , સમાજ સેવક શ્રી બીપીનભાઈ તથા શ્રીમતી ગીતાબેનનું સ્વાગત સાથે સન્માન કરવામાં આવ્યું. 

શાળાના પ્રમુખશ્રી મહેશભાઈ સોલંકી સાહેબના જન્મદિવસની ઉજવણી કરી.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ઉચ્ચતર માધ્યમિકના આદર્શ શિક્ષક શ્રી અનિરુદ્ધસિંહ રાવલજીએ કર્યું હતું.

રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ

Back to top button
error: Content is protected !!