ખેડબ્રહ્માના હિંગટિયા અને પાતળીયા ખાતે પશુહેલ્પ લાઈન 1962 દ્રારા બળદને નવજીવન બક્ષ્યુ


ખેડબ્રહ્માના હિંગટિયા અને પાતળીયા ખાતે પશુહેલ્પ લાઈન 1962 દ્રારા બળદને નવજીવન બક્ષ્યુ
**
સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા તાલુકામાં હિંગટિયા અને પાતળીયા ખાતે દસ ગામ દીઠ મોબાઈલ પશુ દવાખાના દ્રારા બળદના શીંગડાની સર્જરી કરીને બળદને નવજીવન બક્ષુ હતું.
ખેડબ્રહ્માના પાતળીયા ખાતે રહીશ હરેશભાઇ પરમારે તેમના બળદને આકસ્મિત રીતે શિંગડાના ભાગે ગંભીર ઇજા થતા પશુ હેલ્પલાઇન 1962 ને સંપર્ક સાધ્યો હતો. 1962 માં સંપર્ક કરતા જ એમ્બ્યુલન્સ પરના હાજર પશુ ચિકિત્સક ડૉ . ગૌરવ પરમાર તેમજ પાયલટ ક્રમ ડ્રેસર સાગરભાઈ ભોઇ સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ પર પહોંચી બળદને જોતાજ સિગડાના ભાગે બહું ઈજા હોવાથી તાત્કાલિક જરૂરી સારવાર પૂરી પાડવામાં આવી હતી. તેમજ અન્ય પશુ ચિક્તસકની જરૂરિયાત જણાતા ડૉ. કહાની રાવલ તેમજ પાયલોટ કમ ડ્રેસર લાલજીભાઈ રબારી સ્થળ પર પહોંચી બળદનાં શિંગડાનું ઓપરેશન કર્યું હતું. ઓપરેશન પૂર્ણ કર્યા પછી બળદ સ્વસ્થ્ય જોતા લોકોમાં હર્ષની લાગણી જોવા મળી હતી.પ્રોગ્રામ મેનેજર નીરજ સીંઘ તેમજ પ્રોજેક્ટ ઇન્ચાર્જ પ્રતિકભાઇ સુથાર દ્વારા કર્મચારીઓની કામગીરીને બિરદાવવામાં આવી હતી.તેમજ વધુમાં વધુ આ સેવાનો લાભ લેવા ગામ લોકોને જણાવ્યું હતું.
જયંતિ પરમાર સાબરકાંઠા



