GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
વેજલપુર પોલીસે મહેલોલ ફાટક પાસે ખુલ્લા ખેતરમા જુગાર રમતા ચાર જુગારીઓને ઝડપી લીધા
તારીખ ૧૯/૦૭/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલના વેજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે તેઓને બાતમી મળેલ કે મહેલોલ ફાટકની જમણી બાજુએ ખુલ્લા ખેતરોની સીમમાં અહેમદ ઊર્ફે ડીગો હમીદ પથિયા પોતાના અંગત લાભ માટે કેટલાક ઈસમો ને ભેગા કરી પૈસા વડે પાના પત્તાનો હાર જીત નો જુગાર રમી રમાડે છે. જે આધારે પોલીસે રેડ કરતા સ્થળ ઉપરથી ચાર ઈસમો ઝડપાઈ ગયા હતા પોલીસને જોઈને અન્ય ઈસમો નાસી છૂટ્યા હતા પોલીસે સ્થળ ઉપરથી પાના પત્તા ની કેટ તેમજ અંગ જડતી માંથી ૪,૫૯૦/રૂપિયા અને દાવ પરના ૩૨૫૦ કુલ મળીને ૭,૮૪૦/રૂપિયા નો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતા.