અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકાની શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી ખાતે શાળા પરિવાર દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરાયું
શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાની શ્રી એન યુ બિહોલા પી વી એમ હાઈસ્કૂલ ઇસરી ખાતે નવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી હતી શાળાના વિદ્યાર્થીઓ તેમજ શાળા પરિવાર ગરબાના તાલે ઝૂમ્યા હતા. ટ્રેડિશનલ પોષાકમાં ગરબાની મોજ બોલાવી હતી. વિદ્યાર્થી અને વિદ્યાર્થીઓને વિવિધ સ્ટેપ્સ સાથે ગરબા રમીને માતાજીની આરાધના કરી હતી. અંતે માતાજીની આરતી કરી નવરાત્રી મોહત્સવ નું સમાપન કયુઁ હતું આ કાર્યક્રમમાં શાળાનો સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા