GUJARATMEHSANAVADNAGAR

સરસ્વતી વિદ્યામંદિરમાં નવરાત્રી મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું

ટ્રસ્ટી માધુભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું આયોજન

વડનગર ખાતે સરસ્વતી વિધામંદિરમાં નવરાત્રી મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું

સરસ્વતી વિદ્યા મંદિરના ટ્રસ્ટી માધુભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું આયોજન,
સિવિલ જજ ચૌધરી સાહેબ અને સરસ્વતી વિધામંદિરના ટ્રસ્ટી માધુભાઈ ચૌધરી અને સ્કૂલ સ્ટાફ અને વાલી મંડળના સભ્યો દ્રારા માતાજીની આરતી ઉતારી નવરાત્રી પર્વ ની શુભકામનાઓ પાઠવવામાં આવી

વડનગર ખાતે સરસ્વતી વિદ્યા મંદિરમાં નવરાત્રી મહોત્સવ પ્રસંગે તાલુકા કાનૂની સેવા સમિતિના અધ્યક્ષ અને મુખ્ય સિવિલ જજ ઉપસ્થિત રહ્યા હતા,

વિધાર્થીઓ અને વાલીઓ ગરબે રમી શકે તે માટે કરવામાં આવી સુદર વ્યવસ્થા,
શિક્ષકો,વાલીઓ અને વિદ્યાર્થીઓ મન મૂકી ને ગરબે રમતા જોવા મળ્યા

ગરબા ની મોજ કરાવવા માટે કલાકાર શીતલ ઠાકોર અને નીતિન બારોટ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના કોકિલ કંઠે ગરબા ગાઈ વિધાર્થીઓ ,વાલી ઓ અને શિક્ષકોને મોજ કરવી હતી. ધોરણ K J -1 થી 10 સુધી માં સારું પદર્શન અને ગરબા ગાઈ રહ્યા હોય તેમના 4 નંબર કાઢવામાં આવ્યા હતા અને તે વિધાર્થીઓને ઇનામ આપવામાં આવ્યું હતું સરવસ્તી વિદ્યા મંદિર અનુસંધાને, આ રીતે સંપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.

Back to top button
error: Content is protected !!