BANASKANTHAGUJARATPALANPUR

શેઠશ્રી ટી.પી.હાઇસ્કૂલ, માલણમાં નવરાત્રી ગરબાનું આયોજન કરવામાં આવ્યુ

6 ઓક્ટોબર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા

“યા દેવી સર્વ ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા,નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ “મા જગદજનની જગદંબાની આરાધનાનું પર્વ એટલે નવરાત્રિ.માં અંબેના ચોથા નોરતે તારીખ 5 ઓક્ટોબર 2024 ના દિને નવરાત્રિ આયોજન આચાર્યશ્રી રાજુભાઈ પ્રજાપતિ ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ ૯ થી ૧૨ ના તમામ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. દરરોજ ગણવેશ પરિધાન કરીને આવતા અમારી શેઠ શ્રી ટી.પી.હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ આજે પરંપરાગત પોશાકમાં આવ્યા, રોજ એક જ પ્રકારના ગણવેશમાં જોયેલા બાળકો આજે કંઈક આ શાળાકીય નવરાત્રીમાં અલગ રંગે રંગાયા હોય એવું લાગતું હતું. તમામ બાળકો ડી.જે. ના તાલે મા શક્તિની આરાધનામાં જોડાયા ત્યારે શાળાનું પ્રાંગણ જાણે જીવંત બન્યું હોય અને સમગ્ર વાતાવરણમાં નવી ઉર્જાનો સંચય થયો હોય એવી અનુભૂતિ થઇ. આ નવરાત્રિ પર્વ થકી શાળા પરિવારમાં નવી ચેતનાનો આવિર્ભાવ થાય એવી શુભેચ્છાઓ સહ આ પર્વમાં સહભાગી બનવા માટે  સમગ્ર શાળા પરિવારને અભિનંદન અને આ કાર્યક્રમમાં ડી.જે. લાવવામાં સહભાગી બનનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!