ARAVALLIGUJARATMALPUR

અરવલ્લી : જિલ્લામાં હાર્ટ એટેક થી વધુ બે લોકોના મોત,માલપુર પંથકમાં બે પાટીદાર યુવકોનું મોત થતા ગામમાં માતમ છવાયો 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : જિલ્લામાં હાર્ટ એટેક થી વધુ બે લોકોના મોત,માલપુર પંથકમાં બે પાટીદાર યુવકોનું મોત થતા ગામમાં માતમ છવાયો

અરવલ્લી : હ્રદય બંધ થવાનો સિલસિલો યથાવત, માલપુર પંથકમાં બે પાટીદાર યુવકોનું હાર્ટ એટેકથી મોત,શોકગની છવાઈ ગુજરાતના યુવાનો-યુવતીઓમાં હાર્ટ એટેકની ઘટનાઓ સતત વધી રહી છે. સરકાર અને આરોગ્ય વિભાગ આ પાછળનું ચોક્કસ કારણ જાણવામાં હજુ ગોથા ખાઈ રહ્યું છે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં ગરબા રમતા, લગ્નમાં નાચતા વખતે, ક્રિકેટ રમતાં કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ મોતના કિસ્સાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહ્યા છે.અરવલ્લી જીલ્લામાં હૃદય બેસી જવાના કિસ્સાઓમાં નોંધપાત્ર વધારો થતાં લોકોમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે માલપુર પંથકના બે પાટીદાર યુવકોના હાર્ટ એટેકથી મોત નિપજતા પાટીદાર સમાજ સહિત સમગ્ર પંથકમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે માલપુર તાલુકાના મોરડુંગરી ગામના અને ટ્રેઝરી ઓફિસમાં ફરજ બજાવતા કમલેશ ભાઈ પટેલનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું કમલેશ પટેલના આકસ્મિક નિધનથી પરિવારજનો સહિત સાથી કર્મચારીઓ આઘાતમાં સરી પડ્યા હતા તેમજ જૂના તખતપુર ગામના મણીભાઈ પટેલનું હ્રદય બેસી જતા મોત નિપજતા પરિવારજનોએ આક્રંદ કરી મૂકી હતું પાટીદાર સમાજના બે આશાસ્પદ યુવકોને હાર્ટ એટેક ભરખી જતા પાટીદાર સમાજમાં ભારે શોકની લાગણી છવાઈ હતી

Back to top button
error: Content is protected !!