હાલોલ:વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ શાળામાં નવરાત્રીની ભવ્ય ઉજવણી કરાઈ
રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૨૭.૯.૨૦૨૫
હાલોલના ગોધરા રોડ ખાતે આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડિયમ શાળા પ્રાથમિક વિભાગ માં નવરાત્રી ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કાર્ય-/ક્રમ ની શરૂઆત મુખ્ય અતિથિ હાલોલ મહાજન ઉંચ્ચાં શિક્ષણ મંડળ ના કાર્યકારી માનદ મંત્રી મુકુંદભાઈ દેસાઈ દ્વારા જગત-જનની માં અંબા ની આરતી કરવામાં આવી હતી અને ત્યારબાદ બાળકોને ગરબા ના તાલે આનંદ-મય બનાવી ગરબા અને ટીમલી થી જુમાવવામાં આવ્યા આમ આજ ના સમગ્ર કાર્યક્રમના અંતે આજે શાળામાં હાજર તમામ કે.જી વિભાગ અને પ્રાથમિક વિભાગ ધો-૧ થી ૮ ના કુલ-૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓ ને આઇડિયલ પ્રકાશન સાથે શાળા મંડળ ના કાર્યકારી માનદ મંત્રી મુકુંદભાઈ દેસાઇ તેમજ પ્રાથમિક વિભાગ શાળા ના આચાર્ય હર્ષાબેન શુક્લ અને સુપરવાઈઝર મિલનકુમાર શાહ ના સંયુક્ત તમામ દાતાની ધનરાશી દ્વારા આજે શાળા માં હાજર તમામ ૧૨૦૦ વિદ્યાર્થીઓ ને પાણી ની બોટલ નીં (લાણી) કરી દરેક બાળક ને આપવામાં આવી સાથે ધો-૧ થી ૮ અને કે.જી વિભાગમાં નવરાત્રી નિમિતે ગરબા કોમ્પિટિશન નું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં કેજી-વિભાગ,ધો-૧ અને ૨,ધો-૩ થી 5 અને ધો-૬ થી ૮ દીકરા-દીકરી બન્ને મળી ને અલગ-અલગ કુલ-૮ ગ્રુપ વચ્ચે સ્પર્ધા યોજાઈ અને અંતે તમામ ગ્રુપ માંથી પ્રથમ,દ્વિતીય,અને તૃતીય નંબર આપી કુલ-૨૪ ઇનામ આપી બાળકો ને પ્રોત્સાહિત કરવામાં આવ્યા આ સાથે સમગ્ર કાર્યક્રમ ના અંતે પ્રાથમિક વિભાગ શાળા ના શિક્ષકો માટે ગરબા કોમ્પિટિશન નું આયોજન કરી શિક્ષકો ને કુલ -૨ ઇનામ અને ૮ પ્રોત્સાહિત ઇનામ આપી કાર્યક્રમ ની પૂર્ણા-હુતી આપવામાં આવી હતી.