વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
વરસાદી વિરામ બાદ જિલ્લા વહીવટી તંત્ર મિશન મોડમાં.
ભુજ, તા-૦૧ સપ્ટેમ્બર : કચ્છ જિલ્લામાં વરસાદ બાદ જિલ્લા તંત્ર દ્વારા જનજીવન પૂર્વવત કરવા પૂરજોશમાં કામગીરી કરવામાં આવી રહી છે. જિલ્લામાં ભારે વરસાદના કારણે પાણીની લાઈનોને પણ મોટાપાયે નુકશાન થયું છે ત્યારે ક્ષતિગ્રસ્ત તેમજ તૂટેલી લાઈનોને મરામત કરવાની કામગીરી પાણી- પુરવઠા વિભાગ દ્વારા તાકીદે શરૂ કરવામાં આવી રહી છે.વરસાદી પાણીના પ્રવાહને પરિણામે ધોવાણ પામેલી પાણીની લાઈનોને રીપેર તથા નવી નાખીને ખાસ કરીને અસરગ્રસ્ત માંડવી અને અબડાસા તાલુકાના અનેક ગામોમાં પાણી પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે અને હજી પણ પૂરજોશમાં સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે.પાણીની સમસ્યાઓનું નિયત સમયમર્યાદામાં નિરાકરણ લાવવા તંત્ર કટીબઘ્ઘ છે ત્યારે અસરગ્રસ્ત લુડવા, બિદડા વગેરે ગામોમાં પાણી પુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે, ધૂફી નદીમાં પાઇપલાઇન ફિટ કરીને તેરા સેક્શનમાં તથા બુડિયા ગામની પાણીની લાઈન રીપેર કરીને પાણીની સપ્લાય શરૂ કરવાની કામગીરી હાથ ધરાઇ છે.