
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી/ડાંગ
ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં સુબિર પોલીસ મથકમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પોસ્ટ પી.આઈ.માં અપગ્રેડ થતા આહવા પોલીસ મથકમાં પી.આઈ.તરીકે ફરજ બજાવતા ડી.કે.ચૌધરીએ સુબીર પોલીસ સ્ટેશનમાં પી.આઈ.નો ચાર્જ વિધિવત રીતે સંભાળ્યો હતો.સુબિર પોલીસ મથકમાં પી.આઈ.ડી.કે.ચૌધરીએ ચાર્જ સંભાળી લેતા સુબિર તાલુકાનાં આગેવાનો તથા કર્મચારીઓએ તેઓને આવકાર્યા હતા.ઉલ્લેખનીય છે પોલીસ ઇન્સ્પેક્ટર ડી.કે.ચૌધરીએ ડાંગ જિલ્લામાં અગાઉ સી.પી.આઈ.તરીકેની કામગીરી સંભાળી ચુક્યા છે.ત્યારબાદ આહવા પોલીસ મથકમાં પી.આઈ. તરીકેની નિર્વિદન કામગીરી કરી છે.ડાંગ જિલ્લા એસપી યશપાલ જગાણીયા દ્વારા પી. આઈ.ડી.કે.ચૌધરીની વહીવટી આવડત અને કુશળતાને ધ્યાનમાં રાખી સુબિર તાલુકાનાં પોલીસ મથકની જવાબદારી સોંપવામાં આવેલ છે.પી.આઈ. ડી.કે.ચૌધરી જેઓ સુબિર તાલુકાનાં ગામડાઓમાં ક્રાઈમ પર કાબુ સહિત સુલેહ શાંતિ જાળવશે તેવી આશા સેવાઈ રહી છે.જ્યારે આહવા પોલીસ મથકમાં ડી.કે.ચૌધરીની ખાલી પડેલ જગ્યાએ ડાંગ આહવા મહિલા પોલીસ સ્ટેશનનાં પી.આઈ.એ.ડી.સુથારને વિધિવત ચાર્જ સોંપવામાં આવેલ છે.આહવા પોલીસ મથકમાં પી.આઈ.તરીકે એ.ડી.સુથારે ચાર્જ સંભાળતા આહવા નગરજનો સહીત કર્મચારીઓએ અભિનંદન પાઠવ્યા હતા..





