GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કાકડવેરી અને પાટી ગામે તાલીમ કાર્યક્રમ યોજાયો.

વાત્સલ્યમ્ સમાચાર

   મદન વૈષ્ણવ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી દ્વારા ચોમાસું ડાંગર પાકમાં સતત બદલાતા વાતાવરણને કારણે રોગ-જીવાતનાં પ્રશ્નોનાં નિવારણ તેમજ શિયાળુ શાકભાજી પાકોનાં વાવેતરનાં આયોજન માટે તા.૨૪/૦૯/૨૦૨૫ નાં રોજ ખેરગામ તાલુકાનાં પાટી અને કાકડવેરી ગામે ઓફ કેમ્પસ તાલીમનું આયોજન કરાયું હતું. બંને ગામોમાં કેન્દ્રનાં પાક સંરક્ષણનાં વૈજ્ઞાનિક પ્રોફેસર મકવાણાએ ડાંગરમાં ગાભમારાની ઈયળ, તાંબિયો, આંજીયો જેવા રોગ-જીવાતોને ઓળખવાનાં ચિહનો અને તેનાં નિયંત્રણ માટેના જંતુનાશકોનાં પ્રમાણ અને વપરાશ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. વિસ્તરણ શિક્ષણનાં વૈજ્ઞાનિક ડૉ.સ્નેહલકુમાર પટેલે કૃષિ તાંત્રિકીઓ અંગે જ્ઞાન મેળવવા માટે મોબાઈલ ટેકનોલોજી અને કૃષિ માહિતી એપ્લીકેશનના ઉપયોગ અંગે માહિતી આપી હતી. ગૃહવિજ્ઞાનનાં વૈજ્ઞાનિક નિતલ પટેલે ફળ અને શાકભાજીની મૂલ્યવર્ધિત બનાવટો, તેની પ્રક્રિયાઓ, ઉપયોગ અને મહત્વ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. બંને જગ્યા પાટી ગામે ૨૫ અને કાકડવેરી ગામે ૨૦ થી વધુ ખેડૂત ભાઈ-બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાનાં ખેતી પ્રશ્નો અંગે નિરાકરણ મેળવ્યું હતું. આ તાલીમમાં પાટી ગામનાં સરપંચશ્રી મહેન્દ્રભાઈ પટેલ અને કોહેજન ફાઉન્ડેશનનાં ફિલ્ડ ઓફિસર શારદાબેન, જયશ્રીબેન, નયનાબેન વગેરે ઉપસ્થિત રહયાં હતાં.

Back to top button
error: Content is protected !!