GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી કૃષિ યુનિવર્સિટીના ફળ સંશોધન કેન્દ્રને પાંચમી વખત બેસ્ટ સેન્ટરનો એવોર્ડ એનાયત….

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલ નવસારી કૃષિ યુનિવર્સિટીના ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવીના વડા ડો. અંકુર પટેલ જણાવે છે કે ભારતીય કૃષિ અનુસંધાન (ICAR) ના અખિલ ભારતીય સંકલિત સંશોધન યોજના (AICRP on FRUITS) ફળની ૧૩મી વાર્ષિક ગ્રુપ ડીસ્કશન મીટીંગ તા. ૯ ફેબ્રુઆરી થી ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ દરમ્યાન જી.બી. પંતનગર એગ્રીકલ્ચર યુનિવર્સિટી. ઉતરાખંડ ખાતે યોજાયેલ હતી. જે દરમ્યાન દેશના વિવિધ ૪૯ ટ્રોપીકલ અને સબટ્રોપીકલ ફળ સંશોધન કેન્દ્રો તથા સંસ્થાની આખા વર્ષ દરમ્યાનની થયેલ કામગીરીનું મૂલ્યાંકન કરવામાં આવે છે. જેમાં ફળ સંશોધન કેન્દ્ર, ન.કૃ.યુ., ગણદેવીને તેમની ઉમદા કામગીરીને ધ્યાને લઈ ભારતીય કૃષિ અનુસંધાનના આસીસ્ટંટ ડાઇરેક્ટર જનરલ હોર્ટીકલ્ચર ડો. વી. બી, પટેલ અને અખિલ ભારતીય સંકલિત સંશોધન યોજનાના પ્રોજેકટ કો ઓર્ડીનેટર ડો. પ્રકાશ પાટીલના અધ્યક્ષ સ્થાને વર્ષ ૨૦૨૫ માટે બેસ્ટ સેન્ટર એવોર્ડ એનાયત કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૦ થી ૨૦૨૩(૪ વર્ષ) માટે પણ ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવીને બેસ્ટ સેન્ટર એવોર્ડ એનાયત થયેલ હતો. જ્યારે ૨૦૨૪માં બીજો ક્રમ પ્રાપ્ત કરેલ હતો. આમ ફળ સંશોધન કેન્દ્રને આખા દેશમાંથી પાંચમી વખત બેસ્ટ સેન્ટર એવોર્ડ મળેલ છે જે સમગ્ર ગુજરાત અને દેશ માટે ગૌરવપૂર્ણ બાબત છે. કોઈ એક સેટરને પાંચ વાર બેસ્ટ સેન્ટર એવોર્ડ મેળવનાર ફળ સંશોધન કેન્દ્ર, ગણદેવી ગુજરાતનું અને દેશનું પ્રથમ સેન્ટર છે. આ બાબતે ફળ સંશોધન કેન્દ્ર, ન.કૃ.યુ., ગણદેવીના કર્મચારી ગણ ડો. કે. ડી. બિશને, ડો.પી.કે. મોદી, ડો.અર્પિતા પટેલ અને ડો. સોનલ પટેલ તેમજ તમામ અન્ય સ્ટાફનો કેન્દ્રના વડા તરીકે ડો. અંકુર પટેલે ગણદેવી કેન્દ્રની સહિયારી કામગીરી બદલ આભાર વ્યક્ત કર્યો છે. સદર એવોર્ડ ગણદેવી કેન્દ્રને મળવા બદલ નવસારી કૃષિ યુનિવર્સિટીના માનનીય કુલપતિ અને સંશોધન નિયામક ડો.ટી.આર. એહલાવત અને કુલસચિવ ડો. વીરડીયા ગણદેવી કેન્દ્રને ઉમદા કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા છે તેમજ ભવિષ્યમાં પણ આવી જ પ્રગતિ કરતાં રેહવા માટે લાગણી વ્યક્ત કરી છે

Back to top button
error: Content is protected !!