GUJARATVALSADVALSAD CITY / TALUKO

નવસારી કૃષિ યુનિવર્સિટીનો સોફ્ટ સ્કીલ્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ્સમાં નવો માઈલસ્ટોન

વાત્સલ્યમ સમાચાર
     મદન વૈષ્ણવ

*૧૭૯ કલાકના ૫૩ ટ્રેનીંગ પ્રોગ્રામ્સ દ્વારા આ વર્ષે ૩૮૦૮ વિદ્યાર્થીઓને એમ્પ્લોયેબલ બનાવાયા*

નવસારી,તા.૦૭: નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડો. ઝેડ. પી. પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ, યુનિવર્સિટીના પ્લેસમેન્ટ એન્ડ કાઉન્સેલીંગ વર્ષ ૨૦૨૪-૨૫ માં સોફ્ટ સ્કીલ્સ ડેવલોપમેન્ટ પ્રોગ્રામ્સમાં નવું સીમાચિન્હ અંકિત કર્યુ છે. યુનિવર્સિટીની ૬ પોલીટેકનીકના ડીપ્લોમા તથા ૮ ડીગ્રી કોલેજોના ગ્રેજ્યુએટ, પોસ્ટ ગ્રેજ્યુએટ અને ડોકટરેટ વિદ્યાર્થીઓને પ્રોફેશનલ ગ્રુમીંગ તથા એમ્પ્લોયેબીલીટી એન્હાન્સમેન્ટ માટે જરૂરી સોફ્ટ સ્કીલ્સમાં નિપૂણ બનાવવા માટે, અગાઉના ૧૩ વર્ષોના રેકોર્ડ તોડીને આ વર્ષે સર્વોચ્ચ એવા કુલ ૧૭૯ કલાકના ૫૩ ટ્રેનીંગ પ્રોગ્રામ્સ દ્વારા ૩૮૦૮ વિદ્યાર્થીઓને ઘરઆંગણે જ તાલીમ આપીને એમ્પ્લોયેબલ બનાવાતા વિદ્યાર્થીઓમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

યુનિવર્સિટીના લોન્ગેસ્ટ સર્વિંગ પ્લેસમેન્ટ એન્ડ કાઉન્સેલીંગ હેડ હ્યુમન રીસોર્સ મેનેજમેન્ટના પ્રોફેસર ડો. મેહુલ જી. ઠક્કરના જણાવ્યા મુજબ “સ્કીલ્ડ અને વેલ ટ્રેઈન્ડ યુથ” એ દેશની જરૂરીયાત છે અને “ઈન્ટીગ્રેટેડ પીપલ મેનેજમેન્ટ” માં કુલપતિશ્રી વિદ્યાર્થીલક્ષી ટ્રેનીંગ પ્રોગ્રામ્સના આયોજન માટે હમેશા પ્રોત્સાહિત કરતા રહ્યા છે. યુનિવર્સિટીના પ્લેસમેન્ટ એન્ડ કાઉન્સેલીંગ સેલના વડા ડાયરેક્ટર ઓફ સ્ટુડન્ટ વેલ્ફેર પ્રોફેસર જયમીન આર. નાયકે જણાવ્યું કે કેમ્પસ પ્લેસમેન્ટ પ્રોસેસ દ્વારા ખ્યાતનામ કંપનીઓમાં આકર્ષક પગાર સાથે થઇ રહેલ વિદ્યાર્થીઓના જોબ પ્લેસમેન્ટ પાછળ; યુનિવર્સિટીના ગુણવત્તાસભર શિક્ષણ અને આ સેલ દ્વારા અપાતી પરિણામલક્ષી તાલીમનો સિંહફાળો છે. ટ્રેનર ડૉ. મેહુલ જી. ઠક્કર દ્વારા અપાયેલ આ ટ્રેનીંગ થકી વિદ્યાર્થીઓ ૨૧ મી સદીને અનુરૂપ અને અનુકુળ કૌશલ્યો વિકસાવીને, સ્વયંને “કોર્પોરેટ કમ્પેટીબલ” બનાવીને ઘરઆંગણેથી રોજગારીની તકો મેળવીને યુનિવર્સિટીનું ગૌરવ વધારી રહ્યા છે.

કૃષિ વૈજ્ઞાનિક અને કુલપતિશ્રી ડો. ઝેડ. પી. પટેલે “સક્ષમ અને કૌશલ્યવાન યુવાનો” સમાજ, દેશ અને વિશ્વનું ભવિષ્ય હોવાનું જણાવીને, ઉજ્જવળ કારકિર્દી ઘડતર માટે જરૂરી જ્ઞાન, કૌશલ્યો, અભિગમ અને સર્વાંગી વ્યક્તિત્વ વિકાસ થકી વિદ્યાર્થીઓના એમ્પ્લોયેબીલીટી એન્હાન્સમેન્ટ માટે અત્યારપર્યંત ૧૭૭૦ કલાકના કુલ ૩૮૪ ટ્રેનીગ પ્રોગ્રામ્સ દ્વારા આ યુનિવર્સિટીની ૧૪ કોલેજોના ૨૭૬૯૦ વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ કરીને ઉમદા યોગદાન આપવા ઉપરાંત; ૮૫૦ થી વધુ કેમ્પસ ઈન્ટરવ્યુના આયોજન થકી ૨૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓને નોકરી અપાવનાર યુનિવર્સિટીની તમામ ટીમની કામગીરીને બીરદાવી હતી.

Back to top button
error: Content is protected !!