HIMATNAGARSABARKANTHA
*જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્મા. કેરિયર ગાઈડન્સ સેમિનાર યોજાયો.*

અહેવાલ:- પ્રતિક ભોઈ
*જ્યોતિ વિદ્યાલય, ખેડબ્રહ્મા. કેરિયર ગાઈડન્સ સેમિનાર યોજાયો.*
સંત શ્રી નથુરામ બાપા જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્મા મુકામે કેરિયર ગાઈડન્સ સેમિનાર યોજાયો જેમાં તાલુકા ઇન્ચાર્જશ્રી પાર્વતીબેન સોલંકીએ જણાવેલ કે તમારું કેરિયર બનાવવા માટે કેટલી બાબતો મહત્વની છે અને કેટલી બાબતો મહત્વની નથી તથા ધોરણ 10 અને 12 પછી કેવો અભ્યાસ કરવાથી બાળકોના જીવનમાં સારું કેરિયર બનાવી અને નોકરીની કેટલી તકો છે તેની વિગતવાર સમજ ગમ્મત સાથે જ્ઞાન પીરસી અને આપી હતી. આ પ્રસંગે શાળાના સુપરવાઈઝર શ્રી આર.પી.વાલા તથા સમગ્ર સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. સ્વાગત અભિવાદન કર્યા પછી પાર્વતીબેને સુંદર રજૂઆત કરી હતી. બાળકોએ આ માહિતી સભર સમજ લઈ અને ધન્યતા અનુભવી હતી. શાળાના આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલે આશીર્વાદ આપ્યા હતા. આભાર દર્શન રાજેન્દ્રસિંહ દેવડાએ કરેલ.



