વાત્સલ્યમ સમાચાર
નવસારી
નવસારી જિલ્લામાં ત્રિદવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો પ્રારંભ થયો છે. ત્યારે આજરોજ ચીખલી કન્યા શાળા ખાતે નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઇ દેસાઇની ઉપસ્થિતિમાં આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ-૧ ના બાળકોને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઇ દેસાઇ અને મહાનુભાવોના હસ્તે કન્યા અને કુમાર શાળાના બાલવાટિકામા કુલ-૪૮ બાળકો અને ધોરણ-૧ માં નવા નામાંકન થયેલા કુલ-૦૪ બાળકોએ પ્રવેશ કરાવ્યો હતો..
આ પ્રસંગે ચીખલી સરપંચ વિરલભાઈ, કન્યા શાળા અને કુમારશાળાના એસ.એમ.સી. સભ્યો, આગેવાનો અને વાલીઓ ઉપસ્થિત રહ્યા.