AHAVADANGGUJARAT

Navsari: ચીખલી માર્ગ અને મકાન પેટા વિભાગ વિસ્તારમાં અનેક માર્ગો અને મકાનોની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી,તા.૧૯: ચીખલી (માર્ગ અને મકાન) પેટા વિભાગ હેઠળ આવતા વિવિધ મકાનો અને માર્ગોની વિકાસાકારી કામગીરી હાલ ત્વરિત ગતિથી ચાલી રહી છે.

વિભાગ દ્વારા પ્રાથમિકતા અનુસાર વિવિધ રસ્તાઓ પર કામ શરૂ કરવામાં આવ્યું છે, જેમાં સણવલ્લા–ટાંકલ–રાનકુવા–રૂમલા–કરણજવેરી માર્ગ પર બી.એમ. લેયરનું કામ, એબ્ટમેન્ટના શટરિંગ તથા કોંક્રીટિંગ જેવી કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. તે ઉપરાંત બામણવેલ–હરણગામ–દોણજા માર્ગ પર જૂના સ્ટ્રક્ચરની ડિમોલિશનનું કામ હાથ ધરવામાં આવ્યું છે. તમામ કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય અને સ્થાનિક નાગરિકોને વધુ સુગમ તથા સુરક્ષિત મુસાફરી સુવિધા મળી રહે તે હેતુથી વિભાગ દ્વારા જરૂરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!