GUJARATNAVSARINAVSARI CITY / TALUKO
Navsari: ચીખલી પેટા વિભાગ, હસ્તક આવેલ વિવિધ માર્ગોની મરામતની કામગીરી પ્રગતિ હેઠળ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
નવસારી,તા.૨૧: ચીખલી (માર્ગ અને મકાન) પેટા વિભાગ, હસ્તક આવેલ રસ્તાઓ પર હાલ કામગીરી પ્રગતિ હેઠળ છે. જજ કવાર્ટર ચીખલી અને ન્યૂ ગલ્સ હોસ્ટેલ એટ ખૂંધ, સણવલ્લા ટાંકલ રાનકુવા રૂમલા કરંજવેરી રોડ (ગબ્બીઅન વોલ, કેમ્બર કરેક્શન વર્ક), બીલીમોરા ચીખલી વાંસદા વઘઈ રોડ ( રોડની સફાઈ), ચીખલી ખેરગામ ધરમપુર રોડ (ડીવાઈડર સફાઈ), સુરખાઈ અનાવલ ભીનાર રોડ(કોંક્રીટ વર્ક, ટ્રી કટીંગ)ની કામગીરી ચાલી રહી છે. ચોમાસાની અસરને કારણે રસ્તામાં થયેલા ખાડાઓ અને નુકસાનને ઝડપી સમારકામ કરીને વાહનવ્યવહાર સરળ બનાવવા માર્ગ અને મકાન વિભાગે વિવિધ સ્થળોએ પેચવર્કનું કાર્ય પૂરું કર્યું છે.




