અંબાજી મંદિર ટ્રસ્ટ ને “ઈટ રાઇટ પ્રસાદ”નું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું

26 જુલાઈ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
અંબાજી મંદિર ટ્રસ્ટ ને “ઈટ રાઇટ પ્રસાદ”નું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું ,આ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને આપવામાં આવતા પ્રસાદની ગુણવત્તા,સ્વછતા તેમજ મંદિરના ખાધ્ય વ્યવસ્થાપન અને શિસ્તબદ્ધ કામગીરીનું એક પ્રતિબિંબ
કરોડોશ્રદ્ધાળુઓ ની આસ્થાનું સ્થાન શક્તિપીઠ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા બનતા મોહનથાળના પ્રસાદને ( FSSAI) ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા “ઇટ રાઇટ પ્રસાદ”ના પ્રમાણપત્ર થી સન્માનિત કરવામાં આવ્યું છે જે પ્રમાણપત્ર બનાસકાંઠા જિલ્લાના ફૂડ અધિકારીઓ દ્વારા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ના અધિક કલેકટર અને વહીવટદાર કૌશિક મોદીને અર્પણ કરવામાં આવ્યું હતું જોકે અંબાજી મંદિરમાં બનતા મોહનથાળનો પ્રસાદ પ્રતિ વર્ષ સવા કરોડ ઉપરાંત પ્રસાદના પેકેટનું ટ્રસ્ટ દ્વારા ભાવિક ભક્તોને વેચાણ કરવામાં આવે છે આ પ્રસાદ ગુણવતા અને સ્વચ્છતા ને ધ્યાને રાખતા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટેન્ડર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI) ના અધિકારીઓ દ્વારા તમામ માપ દાંડીની ચકાસણી કર્યા બાદ આજે મંદિર ટ્રસ્ટ ને “ઈટ રાઇટ પ્રસાદ”નું પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું આ મંદિર ટ્રસ્ટ દ્વારા શ્રદ્ધાળુઓને આપવામાં આવતા પ્રસાદની ગુણવત્તા,સ્વછતા તેમજ મંદિરના ખાધ્ય વ્યવસ્થાપન અને શિસ્તબદ્ધ કામગીરીનું એક પ્રતિબિંબ છે ખાસ કરીને આ સફળતા અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ ના વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદી ના માર્ગદર્શન તેમજ તેમના નેતૃત્વ હેઠળ પ્રાપ્ત થયેલ છે જેમ ધાર્મિક સ્થળોએ જેમણે પ્રસાદ તૈયાર કરવો પડે અને વિતરણ કરતી વખતે ફૂડ સેફ્ટી સ્વછતા અને ગુણવત્તાના કડક માપ દંડો નુ પાલન કરાયું હોય તેમણે જ આ ઇટ રાઇટ પ્રસાદ નું પ્રમાણપત્ર આપવામાં આવતું હોય છે અંબાજી મંદિરની આ સિદ્ધિ ગુજરાત માટે અનેક ધાર્મિક સ્થળો ને લઈ ગૌરવવંતી બાબત બની છે અને ભવિષ્ય માં પણ અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ પ્રસાદ મામલે આ ની ચોકસાઈ અને ખરાઇ સાથે પ્રસાદ ની ગુણવત્તા જળવાયેલી રહે તે દિશા માં કામ કરશે તેમ કૌશિક મોદી (અધિક કલેક્ટર અને વહીવટદાર મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અંબાજી ) એ જણાવ્યું હતું
જોકે આ પ્રમાણ પત્ર થર્ડ પાર્ટી વાય કયુ ઇન્ડિયા એજન્સી દ્વારા મોનીટરીંગ થતા ઓડિટ કરવામાં આવેલ જેના ગુજરાત લેબોરેટરી ટ્રેનિંગ પાર્ટનર હોવાનું તેજસભાઇ પટેલ (જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ અધિકારી બનાસકાંઠા ) એ જણાવ્યું હતું
અંબાજી મંદિર માં વઅપાતો આ પ્રસાદ વર્ષો ની એક પરંપરા છે જેનો સ્વાદ એક ધાર્યો વર્ષો થી જોવા મળે છે અને નવાઈ ની બાબત તો એ છે કે આ પ્રસાદ મીઠું હોવા છતાં નામ માત્ર કીડી જોવા મળતી નથી.








