GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

Navsari: સફાઇ કામદારોને કોઇપણ ડ્રેનેજ ચેમ્બર, મેનહોલ, ખાળકુવા, સેપ્ટીક ટેંકમાં ઉતારી મેન્યુઅલ કામગીરી કરાવા પર પ્રતિબંધ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

*કોઇ પ્રવૃતી આસપાસના વિસ્તારમાં હાથ ધરવામાં આવતી હોય તો તાત્કાલિક મહાનગરપાલિકાને જાણ અનુરોધ કરાયો*

નવસારી મહાનગરપાલિકાનાં વહીવટદારશ્રી તથા કમિશ્નરશ્રી સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે કે, સરકારશ્રીની સુચના મુજબ અને સુપ્રિમ કોર્ટનાં જજમેન્ટ મુજબ ડ્રેનેજ લાઇનની કામગીરી દરમ્યાન કામદારને ભુગર્ભ ડ્રેનેજ મેનહોલમાં ઉતારવા નહિ.

આ અંગે નામદાર સુપ્રિમ કોર્ટમાં થયેલ રીટ પીટીશન (સીવીલ) નં: ૫૮૩/૨૦૦૩ અને તે સંદર્ભે તા.૨૭:૦૩:૨૦૨૪નાં જજમેન્ટ તથા ધી પ્રોહીબીશન ઓફ મેન્યુઅલ સ્કેવેન્જર્સ એન્ડ ધેર રીહેબીલીટેશન એકટ : ૨૦૧૩ મુજબ કોઇપણ ડ્રેનેજ ચેમ્બર, મેનહોલ, ખાળકુવા, સેપ્ટીક ટેંક વિગેરે સફાઇ કામદારોને ઉતારી મેન્યુઅલ કામગીરી કરવા પ્રતિબંધ છે. આથી કાયદાનો ભંગ કરનાર સંસ્થા/ઇસમોની જવાબદારી તેઓની પોતાની રહેશે અને ખાનગી રાહે થતી આવી બીન અધિકૃત કામગીરી અંગે નવસારી મહાનગરપાલિકાની કોઇપણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.
વધુમાં ઉક્ત જોગવાઇઓ/સુચનોનું ખાનગી સોસાયટીઓ, સંસ્થાઓ દ્વારા પણ ઉલ્લંઘન થાય તો તેમના હોદ્દેદારો/માલિકો સામે ફોજદારી રાહે પગલા ભરી શકાય છે અને નામદાર સુપ્રિમ કોર્ટનાં ઉક્ત ચુકાદાથી આપવામાં આવેલ આદેશો મુજબ ચુકવવાપાત્ર વળતરની સંપુર્ણ રકમ તેમજ કાનુની કાર્યવાહી સંબંધિત હોદ્દેદારો/માલિકોએ પોતે ભોગવવાની થાય છે. જેની લાગતા વળગતા તમામ સબંધિતોએ ગંભીરપણે નોંધ લેવા તથા જાહેર જનતાને આવી કોઇ પ્રવૃતી આપની આજુબાજુ કે આપના વિસ્તારમાં હાથ ધરવામાં આવતી હોય તો તાત્કાલિક મહાનગરપાલિકાને જાણ કરી કાયદાનો ચુસ્ત અમલ કરવા સહાયરૂપ થવા વિનંતી કરવામાં આવી છે. નવસારી જિલ્લામાં ગટર/ખાળકુવા સફાઇ કરાવવા માટે નં.૦૨૬૩૭-૨૫૦૯૫૦ ઉપર સંપર્ક કરવા સીટી એન્જીનીયર નવસારી મહાનગરપાલીકાની અખબારી યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!