નવસારી જિલ્લા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં જલાલપોરની સરકારી શાળા નવીન ટેક્નોલોજી “સ્માર્ટ બાઇક સેફ્ટી પ્રોજેક્ટમાં પ્રથમ ક્રમાંકે…

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,નવસારી અને જિલ્લા શિક્ષણાધીકારીશ્રીની કચેરી,નવસારી દ્વારા આયોજિત નવસારી જિલ્લાનું બાળ વૈજ્ઞાનિક ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન-૨૦૨૫-૨૬ અસ્પી કન્યા વિદ્યાલય,આંતલિયા બીલીમોરા ખાતે યોજાયેલ હતું. જેમાં કુલ ૬૦ કૃતિઑ વિવિધ શાળા દ્વારા મૂકવામાં આવી હતી. જેમાં જલાલપોર તાલુકાની ગુજરાત રાજ્ય સરકાર સંચાલિત ડી.એસ. એન્ડ બી. બી સરકારી નમૂનેદાર વિવિધલક્ષી ઉચ્ચત્તર માધ્યમિક શાળા,અબ્રામા દ્વારા વિભાગ-૪ ની અંદર નવીન ટેકનોલોજી સંદર્ભિત સ્માર્ટ બાઈક સેફટી હેલ્મેટ પ્રોજેક્ટ રજુ કરવામાં આવેલ હતો. જેમાં તેઓએ પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી આગળના ઝોન કક્ષાના બાળ વૈજ્ઞાનિક ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન માટે સ્થાન પ્રાપ્ત કર્યું છે. જે બદલ આ કૃતિમાં ભાગ લેનાર વિદ્યાર્થીનીઓ (૧) અલીશા રફીક તાઈ (૨) રોઝીના ઇનામુલ ખલીફા તેમજ માર્ગદર્શક શિક્ષક્શ્રી ટંડેલ કિરણકુમાર નગીનભાઈ ને શાળાના આચાર્યશ્રી રજનીકાંત એ. મકવાણા તેમજ શાળાના તામામ સ્ટાફ મિત્રો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા. તેમજ હવે પછીના ઝોન કક્ષાએ આ પ્રોજેક્ટ લઈ જનાર છે તે બદલ બંને વિદ્યાર્થીનીઓ અને માર્ગદર્શક શિક્ષક્ ને શુભેચ્છા પણ આપવામાં આવી.



