નવસારી જિલ્લા વિકાસ અધિકારી એ જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં લોકપ્રશ્નોનું તાત્કાલિક ઉકેલ લાવવા તાકીદ કરી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
લોકપ્રશ્નોના નિરાકરણ માટે પ્રતિમાસ યોજાતા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા પ્રસ્તુત થયેલા પ્રશ્નો પૈકી મોટા ભાગના પ્રશ્નોનું નિવારણ લાવવામાં આવ્યું હતું. કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલમાં આજે જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતાની અધ્યક્ષતામાં યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં અરજદારોની રજૂઆત સાંભળ્યા બાદ ડી.ડી.ઓશ્રીએ સંબંધિત અધિકારીઓને અરજદારના પ્રશ્નોને પ્રાથમિકતા આપી તાત્કાલિક ઉકેલ લાવવા જણાવ્યું હતું તથા સંબંધિત અધિકારીશ્રીઓ સાથે વિગતે ચર્ચા કરી હતી.તેમજ આ સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને અરજદારોની રજૂઆતોને વિગતે સાંભળી નિશ્ચિત સમયમર્યાદામાં નિરાકરણ લાવવા સૂચના સહ માર્ગદર્શન આપ્યું હતું.
<span;>આજે યોજાયેલા જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં આસીસ્ટન્ટ કલેકટરશ્રી વૈશાલી આર , નિવાસી અધિક કલેક્ટરશ્રી વાય.બી.ઝાલા, પ્રાંત અધિકારીશ્રીઓ , નાયબ કલેકટર સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.



