MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી જિલ્લાના મહાસંઘના કાર્યકર્તાઓ જયપુર ખાતે યોજાયેલા અખિલ ભારતીય રાષ્ટ્રીય અધિવેશનમાં સહભાગી

 

MORBI:મોરબી જિલ્લાના મહાસંઘના કાર્યકર્તાઓ જયપુર ખાતે યોજાયેલા અખિલ ભારતીય રાષ્ટ્રીય અધિવેશનમાં સહભાગી

 

 

શિક્ષક રાષ્ટ્ર કે લિયે શિક્ષક ના પ્રેરણાત્મક ધ્યેય સૂત્ર સાથે ત્રિદિવસીય અધિવેશન સંપન

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા દર ત્રણ વર્ષે અખિલ ભારતીય અધિવેશનનું આયોજન કરવામાં આવે છે, જેમાં આ વર્ષે જયપુરની જામડોલીની કેશવ વિદ્યાપીઠ ખાતે 5 થી 7 ઓક્ટોબર દરમ્યાન યોજાઈ ગયું,જેમાં રાજસ્થાનના ઉપ મુખ્યમંત્રી દિયાકુમારીજીના વરદ હસ્તે મહાસંઘના કાર્યોના ફોટોગ્રાફ તેમજ દેશના ઋષિરત્નો વૈજ્ઞાનિકો વગેરેનું જીવન કવન દર્શાવતી પ્રદર્શની ખુલ્લી મુકવામાં આવી હતી,

5 મી ઓક્ટોબરના રોજ સવારે 10.00 વાગ્યે અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ નારાયનલાલ ગુપ્તા તેમજ મહામંત્રી ગીતાજી ભટ્ટ સંગઠન મંત્રી મહેન્દ્રજી કપૂર વગેરે મહાનુભાવોના હસ્તે ધ્વજા રોહણ કરવામાં આવ્યું ત્યારબાદ ઉદ્દઘાટન સત્રમાં રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, નાયબ મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના સુરેશ સોની વગેરેની પ્રેરક ઉપસ્થિતમાં અને પ્રેરણાદાયી સંબોધન સાથે અધિવેશનની શુભ શરૂઆત થઈ,ત્યારબાદ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના જુદા દાયિત્વ અનુસાર બેઠક થઈ, આ બેઠકમાં જવાબદારી મુજબ કામગીરી વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી,આ અધિવેશનમાં જુની પેન્શન યોજના સહીત શિક્ષકોના પ્રાણ પ્રશ્નો અને નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતિ,રાષ્ટ્રીય સુરક્ષા સીમાઓથી સમાજ સુધી અંગે ઠરાવ પસાર કરવામાં આવ્યા.
આ અધિવેશનમાં સમગ્ર ભારતના 29 રાજ્યોમાંથી 3500 જેટલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા ગુજરાતમાંથી અખિલ ભારતીય ઉપાધ્યક્ષ ભીખાભાઈ પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ મિતેષભાઈ ભટ્ટ સહિત 300 થી વધુ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા.શિક્ષણ નીતિ અને ગુણવત્તાવાન શિક્ષણ માટેના સંકલ્પ લીધા. આ અધિવેશનનું ઉદ્દઘાટન રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા 5 ઓક્ટોબરે સવારે 11 વાગ્યે કર્યુ હતુ જેમા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અખિલ ભારતીય બૌદ્ધિક શિક્ષણ પ્રમુખ સુનીલભાઈ મહેતા, કાર્યકારિણી સદસ્ય સુરેશભાઈ સોની, ઉપ મુખ્ય મંત્રી દિયા કુમારી, ડૉ. પ્રેમચંદ બેરવા, શિક્ષણ મંત્રી મદન દિલાવર, રાજ્યસભા સાંસદ ડૉ.સુધાંશુ ત્રિવેદી અને NCERT ડાયરેક્ટર દિનેશ પી સકલાણી, અખિલ ભારતીય અધ્યક્ષ નારણલાલ ગુપ્તા મહામંત્રી ડોક્ટર ગીતા ભટ્ટ સંગઠન મંત્રી મહેન્દ્ર કપૂર અને સહ સંગઠન મંત્રી જી લક્ષ્મણ, નવી શિક્ષણ નીતિનો ઉચ્ચ શિક્ષણમાં અમલ કરનાર UGC ના પૂર્વ ચેર અને આઈ. આઈ. ટી.ના પ્રોફેસર એમ. જગદેશ કુમાર સહિતનાઓએ વિવિધ સત્રમાં ઉપસ્થિત રહી પ્રેરક માર્ગદર્શન પુરુ પાડ્યું હતુ.

આ અધિવેશનમાં વિવિધ વર્કશોપ, વિમર્શ, પ્રવચન તથા પ્રદર્શનીઓ યોજાઈ. દેશના ત્રણ શ્રેષ્ઠ શિક્ષકોનું ‘શિક્ષાભૂષણ’ પુરસ્કાર તથા રાષ્ટ્રીય શિક્ષક સન્માન સમારોહ ખાસ આકર્ષણ રહ્યા. રાજ્ય તેમજ રાષ્ટ્રીય રાજકીય – સામાજિક નેતા, શિક્ષણ નિષ્ણાતો અને વિષય વ્યાખ્યાતાઓ વિવિધ માર્ગદર્શક વિષય પર પોતાનું વક્તવ્ય આપ્યુ હતુ. વિશેષ મુદાઓ અગાઉ દેશમાં શિક્ષકોની ભૂમિકા અંગે પાંચ વર્ષનું ચિંતન, માળખું તથા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP)ની અમલવારી, શિક્ષક સમસ્યા,સમજ સે સીમા તક રાષ્ટ્ર કી સુરક્ષા વિષય પર રાજ્યસભાના સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા સુદ્ધાંશું ત્રિવેદીએ એમની આગવી શૈલીમાં પાથેય પૂરું પાડ્યું હતું સામાજિક અને સામૂહિક સુધારણા પ્રશ્નો વિશદરૂપે ચર્ચાયા હતા.

અખિલ ભારતીય અધિવેશનમાં મોરબી જિલ્લા વતિ અધ્યક્ષ દિનેશભાઈ વડસોલા, પ્રાંત સંગઠન મંત્રી હિતેશભાઈ ગોપાણી, મંત્રી કિરણભાઈ કાચરોલા,કોષાધ્યક્ષ બળદેવ મેરજા, રમેશભાઈ ચાવડા, ઉપાધ્યક્ષ અશોકભાઈ સતાસિયા વગેરેએ ઉપસ્થિત રહી મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

Back to top button
error: Content is protected !!