AHAVADANGGUJARAT

નવસારી જિલ્લા પ્રભારીમંત્રી કનુભાઈએ જિલ્લાના લોકોને ને કોઈ તકલીફ ન પડે અને તેમની રજુઆતોનું તાત્કાલિક નિરાકરણ લાવવા સૂચના આપી…

વાત્સલ્યમ સમાચાર

  મદન વૈષ્ણવ

નાણા-ઉર્જા મંત્રી તથા નવસારી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

નવસારી:.તા.૧૯. આજરોજ નવસારી જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે  નાણા-ઉર્જા મંત્રી તથા નવસારી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને નવસારી જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ સાથે જિલ્લાના વર્તમાન સ્થિતિ બાબતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. જેમાં  મંત્રીશ્રીએ વિભાગોની કામગીરી વિશે વિસ્તૃત માહિતી મેળવી સમીક્ષા હાથ ધરી હતી. બેઠકમાં પ્રભારી મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ જિલ્લામાં વરસાદ બાદ વિભાગો દ્વારા હાથ ધરાયેલી કામગીરી વિશે સવિસ્તાર માહિતી મેળવી હતી તથા અધિકારીઓને વરસાદને કારણે જિલ્લામાં ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓ-પુલનું તાત્કાલિક ધોરણે સમારકામ-મરામત કરવા, નાગરિકોની સલામતીને પ્રાધાન્ય આપવા અને જિલ્લામાં આવેલા વિવિધ પુલોની ટેક્નિકલ તપાસ હાથ ધરી તેની ગુણવત્તા સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું  અને જો કોઈ બ્રીજ બંધ કરવાની જરૂરીયાત હોય તો સત્વરે બંધ કરવા તેમજ જરૂર જણાય તો જે તે વિભાગો હસ્તકના બ્રીજોની રીપેરીંગ અંગે સમયાંતરે બ્રીજોની ચકાસણી ટેકનીકલ નિષ્ણાત એજન્સી દ્વારા કરવા મંત્રીશ્રીએ સુચના આપી હતી.વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, લોકોની રજૂઆતોનું ત્વરિત નિરાકરણ થાય અને જાહેર જનતાને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે દિશામાં કાર્ય કરવા વિભાગોને તાકીદ કરી હતી. વરસાદી પાણીના નિકાલ અંગે અધિકારી સાથે વિસ્તૃત ચર્ચા કરી નિકાલની યોગ્ય વ્યવસ્થા ઉભી કરવા જરૂરી સૂચનો કર્યા હતા.નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈએ નવસારી મહાનગરપાલિકા માટે લાંબાગાળાના આયોજન સાથે સમાવિષ્ટ ગામોમાં સરળતાથી સુવિધામાં વધારો થાય તે બાબતે પરામર્શ કરીને વિચારણ કરવાનો અનુરોધ કર્યો હતો .નવસારી જિલ્લા સેવા સદનના સભાખંડ ખાતે યોજાયેલી બેઠકમાં વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં  ડિઝાસ્ટર હેઠળ રાહત અને બચાવ કામગીરી , નવસારી મહાનગરપાલિકા – માર્ગ અને મકાન સ્ટેટ/ પંચાયત વિભાગ હસ્તકના ક્ષતિગ્રસ્ત રોડ રસ્તા રીપેરીંગ તથા બ્રીજો નિરિક્ષણ , જિલ્લા સ્વાગત જેવા વિષયો પર પ્રેઝન્ટેશન દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. નવસારી જિલ્લા સમીક્ષા બેઠકમાં નવસારી જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રે , નવસારી મહાનગરપાલિકા કમિશ્નરશ્રી દેવ ચૌધરી , નવસારી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા , વાંસદા પ્રાયોજના વહીવટદારશ્રી  પ્રણવ વિજયવર્ગીય ,  અધિક કલેકટરશ્રી વાય બી ઝાલા , નવસારી અને ચીખલી પ્રાંત અધિકારી તથા અન્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!