GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારી જિલ્લા કક્ષાનો વિધાનસભા યુથ એસેમ્બલી કાર્યક્રમનું આયોજન

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

યુવાનોમાં નેતૃત્વ, વક્તૃત્વ અને લોકશાહી મૂલ્યોના વિકાસ માટે અનોખી પહેલ…..૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે લોકશાહી પ્રક્રિયાનો જીવંત અનુભવ આપતો મંચ

કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા વર્ષ ૨૦૨૫-૨૬ અંતર્ગત “વિધાનસભા યુથ એસેમ્બલી કાર્યક્રમ – ૨૦૨૬”નું આયોજન કરવામાં આવ્યું છે. ૧૫ થી ૨૯ વર્ષના યુવક-યુવતીઓ માટે આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાનોને લોકશાહી પ્રક્રિયાની કાર્યપદ્ધતિનો જીવંત અનુભવ કરાવવાનો તેમજ તેમના વક્તૃત્વ, નેતૃત્વ અને તર્કશક્તિનો વિકાસ કરવાનો છે. જે અંતર્ગત નવસારી જિલ્લાના ૧૭૪ –જલાલપોર, ૧૭૫ – નવસારી, ૧૭૬ – ગણદેવી અને ૧૭૭ – વાંસદા વિધાનસભા મતવિસ્તારોમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૭૪ – જલાલપોર બેઠક માટે તા. ૨૭/૦૨/૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે શ્રી સરદાર પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, જલાલપોર ખાતે આચાર્યશ્રી સંજયભાઈ પટેલ (મો. નં. ૯૮૯૮૧ ૩૫૭૬૧), ૧૭૫ – નવસારી બેઠક માટે તા. ૦૨/૦૩/૨૦૨૬ના રોજ બપોરે ૧૨:૦૦ કલાકે સર સી.જે.એન.ઝેડ. મદ્રેસા હાઈસ્કૂલ, નવસારી ખાતે શ્રી પ્રીતિબેન ભટ્ટ (મો. નં. ૭૯૮૪૩ ૦૪૯૫૨), ૧૭૬ – ગણદેવી બેઠક માટે તા. ૨૬/૦૨/૨૦૨૬ના રોજ સવારે ૧૦:૦૦ કલાકે વી.એસ. પટેલ કોલેજ ઓફ આર્ટ્સ એન્ડ સાયન્સ, બીલીમોરા ખાતે ડૉ. ભાવેશભાઈ દેવતા (મો. નં. ૯૪૦૯૪ ૧૮૮૪૧) ,તેમજ ૧૭૭ – વાંસદા બેઠક માટે તા. ૨૭/૦૨/૨૦૨૬ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે શ્રી ગુરુકુલ વિદ્યામંદિર, રાણીફળીયા, વાંસદા ખાતે સ્પર્ધા યોજાશે, જેના માટે આચાર્યાશ્રી હેમાબેન રાઠોડ (મો. નં. ૭૬૨૧૮ ૦૫૦૪૦)નો સંપર્ક  કરવાનો રહેશે . દરેક વિધાનસભા બેઠક દીઠ પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમે વિજેતા થયેલ સ્પર્ધકો જિલ્લાકક્ષાએ ભાગ લેશે અને જિલ્લાકક્ષાએ પ્રથમ ક્રમે વિજેતા થનાર સ્પર્ધક ગાંધીનગર/અમદાવાદ ખાતે યોજાનાર રાજ્યકક્ષા સ્પર્ધામાં નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નવસારી દ્વારા યુવાનોને વધુમાં વધુ સંખ્યામાં હાજરી આપી કાર્યક્રમનો લાભ લેવા જિલ્લા યુવા વિકાસ અધિકારી નવસારીની અખબારી યાદીમાં જણાવેલ છે .

Back to top button
error: Content is protected !!