નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈનાં અધ્યક્ષપદે દહેજ ગામે “વિકાસ સપ્તાહની ઉજવણી કરાઈ
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*વિકાસ સપ્તાહ અભિયાનમાં કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લેવા અપિલ કરવામાં આવી*
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના દહેજ ગામ ખાતે “વિકાસ સપ્તાહ–૨૦૨૫”ની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી. આ વેળાએ દહેજ ગામમાં વિકાસ રથના આગમન પ્રસંગે ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક વિકાસ રથનું સ્વાગત કર્યું હતું.
આ પ્રસંગે વિકાસ સપ્તાહ કાર્યક્રમમાં ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહી લોકોને પ્રેરક માર્ગદર્શન આપી વિકાસની વાત રજૂ કરી હતી અને લોકોને કેન્દ્ર-રાજ્ય સરકારની યોજનાઓનો લાભ લેવા અપિલ કરી હતી. આ અભિયાન અંતર્ગત જિલ્લાના ગામે ગામ “વિકાસ રથ” ભ્રમણ કરશે અને રાજ્ય સરકારની લોકકલ્યાણકારી યોજનાઓનો પ્રચાર અને પ્રસાર કરશે.
આ કાર્યક્રમ દરમિયાન શોર્ટફિલ્મ દ્વારા ગ્રામજનોએ સરકારની વિવિધ યોજનાઓ અને સિદ્ધિઓ વિશે માહિતી મેળવી હતી અને લોકોને પ્રસાર સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લાભાર્થીઓએ પોતાના અનુભવો રજૂ કર્યા હતા. આપણે સૌએ સાથે મળીને “ભારત વિકાસ પ્રતિજ્ઞા” લઇને વિકસીત ભારતના સ્વપ્નને સાકાર કરવાની પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે ગણદેવી તાલુકા વિકાસ અધિકારી ચેતન દેસાઇ , સ્થાનિક પદાધિકારીઓ, વિવિધ વિભાગોના સ્થાનિક અધિકારીઓ, કર્મચારીઓ, તેમજ ગ્રામજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.